Home દેશ આયુર્વેદ નું મહત્વ સમજાવવા અને લોકોને આયુર્વેદ તરફ પાછા વાળી સ્વાસ્થ્ય પ્રત્યે...

આયુર્વેદ નું મહત્વ સમજાવવા અને લોકોને આયુર્વેદ તરફ પાછા વાળી સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત કરવા ‘રન ફોર આયુર્વેદ’ કાર્યક્રમ યોજાયો

65
0

આઠમા રાષ્ટ્રીય આયુર્વેદિક દિવસની ઉજવણીના ભાગરૂપે ભારતના આરોગ્ય, પરિવાર કલ્યાણ અને આયુષ મંત્રાલય તેમજ નિયામકશ્રી આયુષની કચેરી ગુજરાત રાજ્યના માર્ગદર્શનથી ‘દરરોજ દરેક માટે આયુર્વેદ- આયુર્વેદ ફોર વન હેલ્થ’ થીમ આધારિત ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર અને મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે રન ફોર આયુર્વેદ કાર્યક્રમનું ગાંધીનગર ખાતે સફળ આયોજન થયું હતું.
આ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખશ્રી શિલ્પાબેન પટેલ, ગાંધીનગર ઉત્તરના ધારાસભ્યશ્રી રીટાબેન પટેલ, ડાયરેક્ટરશ્રી રોજગાર અને તાલીમ ગાર્ગીબેન જૈન, કલેકટરશ્રી ગાંધીનગર હિતેશ કોયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનશ્રી જશવંતભાઈ પટેલ, આયુષ કચેરી ગાંધીનગર નાયબ નિયામકશ્રી શ્ર ફાલ્ગુન પટેલ સહિત મહાનુભાવો આ પ્રસંગે હાજર રહ્યા હતા.
આયુર્વેદ નું મહત્વ સમજાવવા અને લોકોને આયુર્વેદ તરફ પાછા વાળી લોકોના સ્વાસ્થ્યની કાળજી રાખવા ‘રન ફોર આયુર્વેદ’ કાર્યક્રમ યોજાયો. જેમાં મોટી સંખ્યામાં નગરજનોએ જોડાઈને આયુર્વેદ પ્રત્યે અન્ય લોકોને પ્રેરિત કર્યા હતા અનેકાર્યક્રમને સફળ બનાવ્યો. કાર્યક્રમની શરુઆત એસઆરપી ગ્રુપ બેન્ડ મગોડી દ્વારા નેશનલ એન્થમ થકી કરવામાં આવી હતી. ત્યારબાદ રન ફોર આયુર્વેદની શરૂઆત મહાનુભાવો દ્વારા લીલી ઝંડી બતાવી કરવામાં આવી.
ઉલ્લેખનીય છે કે આ કાર્યક્રમમાં વિશેષ તેજ આઈ સેન્ટરના સ્ટાફ દ્વારા પણ આઈ ચેકઅપનું નિશુલ્ક આયોજન કરાયું હતું.
રન ફોર આયુર્વેદમાં સ્પોર્ટઓથોરિટી ઓફ ઇન્ડિયા, બીએસએફ ચિલોડા, એસઆરપી સ્ટેટ રાજ્યના અનામત દળ ટુકડી, કરાઈ પોલીસ ટ્રેનિંગ અકાદમી, ડીએસપી ઓફિસ સેક્ટર-27, સ્કાઉટસ, યોગા બોર્ડ, નીમા આયુર્વેદ એસોસિયેશન, હોમિયોપેથી એસોસિયેશન , કોલવડા આયુર્વેદિક હોસ્પિટલના કર્મયોગી, જિલ્લા વહીવટી તંત્રના સભ્યો તથા અન્ય નાગરિકો સહભાગી બન્યા હતા. કાર્યક્રમનું સમગ્ર સંચાલન જિલ્લા આયુર્વેદ વિભાગના ડો. ભાવનાબેન પટેલ તથા તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here