ઉનામાંથી નકલી ઘી પકડાયું હોવાની ઘટના સામે આવી છે. ઉના પોલીસે દરોડા પાડી નકલી ઘીના કારોબારનો પર્દાફાશ કર્યો છે. ઉનાના લુહાર ચોકમાં રહેણાક મકાન પર પોલીસે દરોડા પાડ્યા હતા. અંબે પ્રોવિઝન નામની દુકાન ધરાવતો વેપારી નકલી ઘીનું કારખાનું ચલાવતો હતો. જ્યાંથી પોલીસે 50થી વધુ ડબ્બા નકલી ઘી, વનસ્પતિ તેલ સહિતની ભેળસેળની સામગ્રી મળી આવી હતી. પોલીસે દુકાન તેમજ રહેણાંક મકાનમાંથી મુદ્દામાલ કબ્જે કર્યો છે.






