Home દેશ કર્ણાટકના બેંગલુરુમાં એક વ્યક્તિએ તેના સાથીદાર પર હુમલો કર્યો, કારણ નજીવી બાબત...

કર્ણાટકના બેંગલુરુમાં એક વ્યક્તિએ તેના સાથીદાર પર હુમલો કર્યો, કારણ નજીવી બાબત જેવું!

65
0

કર્ણાટકની રાજધાની બેંગલુરુમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. એક રિપોર્ટ પ્રમાણે 56 વર્ષના એક વ્યક્તિએ કથિત રીતે તેના સાથીદાર પર કાતરથી હુમલો કરી દીદો હતો. મળતી વિગતો પ્રમાણે હુમલો કરનાર વ્યક્તિની ઓળખ સુરેશ વી. કે નામથી થઈ છે. જણાવામાં આવી રહ્યું છે કે, સુરેશે તેના મિત્ર રાજેશ મિશ્રા પાસેથી માંગ કરી હતી કે તે તેની પત્નીને વીડિયો કોલ પર જોવા માંગે છે. રાજેશે સુરેશને ના પાડી, ત્યારપછી આ હુમલો થયો હતો. હાલ પોલીસે આ કેસમાં આરોપીની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી દીધી છે.

ધી ટાઇમ્સ ઓફ ઈન્ડિયામાં છપાયેલા અહેવાલ પ્રમાણે જો તમને જણાવીએ તો, સુરેશ એચએસઆર લેઆઉટનો રહેવાસી છે, જ્યારે રાજેશ કોરમંગલા પાસે વેંકટાપુરામાં રહે છે. બંને HSR લેઆઉટ સેક્ટર IIમાં એક દુકાનમાં દરજી-કમ-સેલ્સમેન તરીકે કામ કરતા હતા. મળતી માહિતી પ્રમાણે રાજેશ મિશ્રા સોમવારે પત્ની સાથે વીડિયો કોલ પર વાત કરી રહ્યા હતા. દરમિયાન સુરેશ ત્યાં પહોંચી ગયો હતો અને દરમિયાનગીરી કરવા લાગ્યો હતો. આરોપી સુરેશે રાજેશને કહ્યું કે, તે તેની પત્નીને જોવા માંગે છે. આ સાંભળીને રાજેશ ગુસ્સે થઈ ગયો.

ત્યારબાદ બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. વિવાદ એટલો વધી ગયો કે ગુસ્સામાં સુરેશે રાજેશ પર કાતર વડે હુમલો કરી દીધો હતો. હુમલામાં રાજેશ ઘાયલ થયો હતો. રાજેશને ઇજા પહોંચાડ્યા બાદ આરોપી સુરેશ સ્થળ પરથી નાસી ગયો હતો. ત્યારબાદ દુકાનમાં હાજર અન્ય સાથીદારો ઈજાગ્રસ્તને હોસ્પિટલ લઈ ગયા. ફરિયાદ બાદ પોલીસે આરોપી સુરેશ વિરુદ્ધ ગુનો નોંધ્યો હતો. પોલીસે ઘટનાના દિવસે જ આરોપીની ધરપકડ કરી હતી. બાદમાં સુરેશને જામીન પર છોડવામાં આવ્યો હતો. હાલ પોલીસે આ મામલે ઝીણવટભરી તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here