Home ગુજરાત કલોલમાં ત્રણ ઈસમોએ નજીવી બાબતે એક યુવકને ધોકા અને ગડદા પાટુનો માર...

કલોલમાં ત્રણ ઈસમોએ નજીવી બાબતે એક યુવકને ધોકા અને ગડદા પાટુનો માર માર્યો

104
0

કલોલ ફોર્ચ્યુન એમ્પાયરમાં રહેતા નવીન દિનેશભાઈ શર્મા તા.31 ના રોજ ઘરે થી પોતાની ગાડી લઈને કલોલ પાનસર ત્રણ રસ્તા નજીક આવેલા એસ રાજકોટની પાસે આવેલી ખુલ્લી જગ્યામાં મિત્રો સાથે આવીને બેઠો હતો. તે સમયે ત્રણ ઈસમો આવીને ધોકા અને ગડદા પાટુનો માર માર્યો હતો. જેની ફરિયાદ કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં નોંધાઈ હતી. કલોલ ફોર્ચ્યુન એમ્પાયર ફ્લેટમાં રહેતા નવીન દિનેશભાઈ શર્મા જેઓ એ.કે. વિઝનમાં નોકરી કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે. તા.31 ના રોજ સાંજના નવીન પોતાના ઘરેથી ગાડી લઈ એસ.રાજ ઓટો પાસે આવેલી ખુલ્લી જગ્યામાં મિત્રો સાથે બેઠો હતો.

રાત્રિના મોડા સુધી મિત્રો સાથે બેસતા નવીનને અંદાજિત રાત્રિના ત્યાંથી તે ગાડી લઈને સેન્ટ ઝેવિયર સ્કૂલની પાછળ આવેલા ખુલ્લા મેદાનની દરગાહ પાસે ગાડી ઉભી રાખી ત્યાં પાનના ગલ્લા ઉપરથી સિગરેટ લઈને પીતો હતો. નવીન સિગરેટ પીતો હતો તે સમય દરમિયાન આફતાબ સલાઉદ્દીન મલેક, જાફર સલાઉદ્દીન મલેક તેમજ સદ્દામ અમીર મલેક જેવો તમામ રહે મટવા કુવા પાસે. તેઓ નવીનની પાસે જઈ કહેવા લાગ્યા કે ચારેક દિવસ પહેલા તું અહીંયાથી તારી ગાડી પુરપાટ ઝડપે ચલાવીને જતો હતો.

જેથી નવીને કહ્યું કે, હું શાંતિથી જ જતો હતો. તેમ છતાં એ ત્રણે ઇસમો નવીનની વાત માન્યા નહીં અને નવીનને ગમે તેમ અપશબ્દો બોલવા લાગ્યા. દરમિયાન આપતાપ સલાઉદ્દીન મલિકના હાથમાં ધોકો હતો તેથી તે નવીનને ધોકા વડે માર મારવા લાગ્યો હતો. જ્યારે અન્ય બે નવીનને ગડદા તેમજ મુક્કાનો મુઠ માર માર્યો હતો. જેથી નવીન બુમાબુમ કરવા લાગ્યો માટે ત્રણેય ઈસમો ત્યાંથી ભાગી ગયા હતા.

જતા જતા એવું કહેતા હતા કે હવે જો તું અહિયાથી પુરપાટ ઝડપી નીકળીશ તો તને જાનથી મારી નાખીશું. જેથી નવીન પ્રાથમિક સારવાર માટે કલોલ સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ થયો હતો. સારવાર બાદ નવીને આ ત્રણેય ઈસમો વિરુદ્ધ કલોલ શહેર પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા ગુનો દાખલ કરાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here