Home દેશ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી રુટીન ચેકઅપ માટે હોસ્પિટલમાં ભરતી થયાં

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી રુટીન ચેકઅપ માટે હોસ્પિટલમાં ભરતી થયાં

59
0

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધીની તબિયત ખરાબ થઈ ગઈ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ,તેમને રુટીન ચેકઅપ માટે સર ગંગારામ હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે. તો વળી માતાની દેખરેખ માટે પ્રિયંકા ગાંધી ભારત જોડો યાત્રા છોડીને તેમની સાથે આવી ગયા છે. આપને જણાવી દઈએ કે, થોડા મહિના પહેલા જ સોનિયા ગાંધી મેડિકલ ચેકઅપ માટે વિદેશ ગયા હતા. આ તમામની વચ્ચે જોઈએ તો, સોનિયા ગાંધી હાલના દિવસોમાં દિલ્હી પહોંચેલી ભારત જોડો યાત્રામાં પણ સામેલ થયા હતા. તેમણે દીકરા રાહુલ ગાંધી સાથે યાત્રા કરી હતી.

આ દરમિયાન રાહુલ ગાંધી પોતાની માતા સોનિયા ગાંધીના જૂતાની દોરી બાંધતા પણ દેખાયા હતા, જેની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી. આપને જણાવી દઈએ કે, ભારત જોડો યાત્રા ઉત્તર પ્રદેશના જાટલેન્ડ કહેવાતા બાગપત પહોંચી છે. બાગપતના મવીકલાંમાં રાત્રિ વિશ્રામ કર્યા બાદ આજે બુધવારે સવારે 6 વાગે પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીના નેતૃત્વમાં ફરીથી શરુ થઈ હતી. યાત્રામાં રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ જયંત ચૌધરી સામેલ થયા નહોતા. જો કે, આરએલડીના જિલ્લાધ્યક્ષની આગેવાનીમાં પાર્ટીના કાર્યકર્તા જોડાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here