Home રમત-ગમત કોહલી પ્લેયર ઓફ ધ મન્થ બનીને વિવેચકોને જડબાતોડ જવાબ આપ્યો

કોહલી પ્લેયર ઓફ ધ મન્થ બનીને વિવેચકોને જડબાતોડ જવાબ આપ્યો

121
0

ભારતીય ટીમનો પૂર્વ કેપ્ટન વિરાટ કોહલી આજકાલ ગજબ ફોર્મમાં છે. ટી-20 વર્લ્ડકપમાં તેનું પર્ફોર્મન્સ જબરદસ્ત રહ્યું છે અને તેણે ફરી ફોર્મમાં આવીને વિવેચકોની બોલતી બંધ કરી દીધી છે. ICC દ્વારા પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને પ્લેયર ઓફ ધ મન્થ જાહેર કર્યો છે. કારણ કે આ મહિને ઓસ્ટ્રેલિયામાં રમાઈ રહેલા વર્લ્ડકપમાં વિરાટે જે રમત બતાવી છે તે તે ખરેખર વખાણવા લાયક છે. વિરાટ ભારતીય ટીમને વિજય અપાવવામાં મોટો ફાળો આપી ચૂક્યો છે. અને હવે ભારત સેમી ફાઇન્લ્સમાં પહોંચી ચૂક્યું છે.

T20 વર્લ્ડ કપમાં વિરાટના નામે 12 સદી છે. તો ICC ટૂર્નામેન્ટમાં સૌથી વધુ રન બનાવવાના મામલે ભારતીય ક્રિકેટર તરીકે સચિન તેંડુલકર તેના કરતા આગળ છે. આ યાદીમાં 34 વર્ષીય વિરાટથી આગળ શ્રીલંકાના ભૂતપૂર્વ વિકેટકીપર કુમાર સંગાકારા, મહેલા જયવર્દને અને ક્રિસ ગેલ છે. પોતાનો પાંચમો T20 વર્લ્ડ કપ રમી રહેલા વિરાટ કોહલીએ આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં 23 ઇનિંગ્સમાં સૌથી વધુ રન બનાવીને જયવર્દનેનો વર્લ્ડ રેકોર્ડ તોડ્યો હતો. આ પહેલા મહેલા જયવર્દને 31 ઇનિંગ્સમાં આ સિદ્ધિ મેળવી હતી.

કોહલીએ ટી20 વર્લ્ડ કપમાં જયવર્દને કરતા ઓછા બોલ રમીને 1016 રન બનાવીને શ્રીલંકાના દિગ્ગજ ક્રિકેટરને પાછળ છોડી દીધા હતા. T20 વર્લ્ડ કપનું આયોજન બે વર્ષમાં થાય છે જ્યારે ODI વર્લ્ડ કપ ચાર વર્ષમાં યોજાય છે. તો સાથે સાથે ટોચની આઠ ટીમો ICC ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભાગ લે છે. વિરાટ આ સમયે જે ફોર્મમાં છે તેને જોઈને કહી શકાય કે તે વર્તમાન વર્લ્ડ કપમાં સચિનનો રેકોર્ડ તોડી શકે છે. વિરાટે અત્યાર સુધીમાં આ વર્લ્ડ કપમાં ત્રણ અડધી સદી ફટકારી છે.

ઓસ્ટ્રેલિયાના મેલબોર્નમાં એક રસ્તાનું નામ ભારતીય બેટ્સમેન વિરાટ કોહલીના નામ પર રાખવામાં આવ્યુ છે. મેલબોર્નના ઉપનગર રૉક બૈકમાં એક રસ્તાનું નામ કોહલી ક્રિસેન્ટ છે, જેને વિરાટ કોહલીના નામ પર રાખવામાં આવ્યુ છે. મૂળ રીતે કેરળના એસ જગત જે કોહલી ક્રિસેન્ટ પાસે રહે છે, તેમણે કહ્યુ, જ્યારે કોઇ મને પૂછે છે કે હું ઓસ્ટ્રેલિયામાં ક્યા રહુ છું તો હું ગર્વથી પોતાનું એડ્રેસ જણાવુ છું.

મેલબોર્નના ઉપનગર રૉક બૈકની પાડોશી રસ્તામાં વધુ આશ્ચર્યની વાત છે. કોહલી ક્રિસેન્ટથી લગભગ 600 મીટરના અંતર પર તેંડુલકર ડ્રાઇવ નામનો એક રસ્તો છે. આ મોહલ્લાના તમામ રસ્તાના નામ એમએસ ધોની, કપિલ દેવ, વીવીએસ લક્ષ્મણ, ઇન્જમામ ઉલ હક, કર્ટલી એમ્બ્રોસ, ઇમરાન ખાન, ગેરી સોબર્સ અને જોએલ ગાર્નર સહિત ટોચના આંતરરાષ્ટ્રીય ક્રિકેટરના નામ પર રાખવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here