Home દેશ ગાંધીનગરમાં ભાઈજીપુરા ચાર રસ્તાએ એસ.ટી બસનાં ચાલકે શ્રમજીવીને કચડી નાંખ્યો, ગંભીર ઈજાઓ...

ગાંધીનગરમાં ભાઈજીપુરા ચાર રસ્તાએ એસ.ટી બસનાં ચાલકે શ્રમજીવીને કચડી નાંખ્યો, ગંભીર ઈજાઓ થવાથી ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું

62
0

ગાંધીનગરમાં ટ્રાફિકની સમસ્યાથી પીડાતા ભાઈજીપુરા ચાર રસ્તાએ આજે સવારે માણસાથી નિઝર જતી એસ.ટી બસનાં ચાલકે પોતાની બસ પૂરપાટ ઝડપે – ગફલતભરી રીતે હંકારીને બાઈકને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બાઇક સવાર શ્રમજીવીનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું છે. ગાંધીનગરના ભાઈજીપુરા ચાર રસ્તાએ ટ્રાફિક જામની સમસ્યાનાં કારણે રાહદારી વાહન ચાલકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. ચાર રસ્તાએ છાસવારે નાના મોટા અકસ્માતો સર્જાતા રહેતા હોવાથી અત્રેના વિસ્તારને ડાર્ક સ્પોટ ઝોનની કેટેગરીમાં મૂકવામાં આવ્યો છે. આજે સવારે અત્રેના રોડ પર એસ.ટી બસની ટક્કરથી બાઈક સવારને જીવ ગુમાવવાનો વખત આવ્યો છે. સવારના સમયે માણસાથી નિઝર રૂટની બસના ચાલકે પોતાની બસ પૂરપાટ ઝડપે અને ગફલતભરી રીતે હંકારી બાઈકને ટક્કર મારી હતી. જેમાં કારણે બાઈક સવાર પ્રદિપસિંહ સત્યરામ યાદવનું માથામાં અને શરીરે ગંભીર ઈજાઓ થવાથી ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યું હતું. અકસ્માતના પગલે રાહદારી વાહન ચાલકો અને આસપાસના લોકો દોડી આવ્યા હતા. અકસ્માત સર્જાતા ટ્રાફિક પણ જામ થઈ ગયો હતો. આ અંગે પોલીસે જણાવ્યું હતું કે, મૃતક કલરકામની મજુરી કરતો હતો. જે ભાઈજીપુરા પાટીયા પસાર કરી પી.ડી.પી.યુ તરફ જતો હતો. ત્યારે ગાંધીનગર શાહપુર ચાર રસ્તા તરફથી આવતી એસ.ટી બસના ચાલકે બાઈકને ટક્કર મારી હતી. જેનાં કારણે પ્રદીપસિંહનું સ્થળ પર મોત થયું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here