Home અન્ય ગુજરાત રાજ્યમાં રખડતા ઢોરોની સમસ્યાથી નાગરિકોને વધુ સુરક્ષિત કરવા રાજ્ય સરકાર સતત...

ગુજરાત રાજ્યમાં રખડતા ઢોરોની સમસ્યાથી નાગરિકોને વધુ સુરક્ષિત કરવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ

113
0

રખડતા ઢોરોની સમસ્યા અંગે નામ. હાઇકોર્ટમા ચાલતી પીટીશન અન્વયે
શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગના અગ્ર સચિવશ્રી શ્રી અશ્વીની કુમારે રખડતા ઢોરોની સમસ્યા ના નિવારણ માટે ગાંધીનગર ખાતેથી ઉચ અધિકારીઓની તાકીદની બેઠક યોજી હતી અને રખડતા ઢોરોના નિયંત્રણ માટે રાજ્ય સરકારે જે ખાસ ગાઇડલાઇન તૈયાર કરી છે તેનો ચુસ્તપણે અમલ કરીને નાગરિકોને સુરક્ષિત કરવા સૂચનાઓ આપી હતી.
આ બેઠક બાદ કમિશ્નર,મ્યુનિસીપાલ એડમીનીસ્ટ્રેશન શ્રી રાજકુમાર બેનીવાલે મહાનગર પાલિકા,નગર પાલિકા તથા જિલ્લાના અધિકારી ઓ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા કરીને રખડતા ઢોરોના ત્રાસથી નાગરિકોને બચાવવા માટે સધન આયોજન કરી સંનિષ્ઠ પ્રયાસો કરવા સૂચનાઓ આપી હતી. શહેરી વિસ્તારમાં રખડતા ઢોરોની સમસ્યા અન્વયે નામદાર ગુજરાત હાઇકોર્ટ ખાતે ચાલતી કન્ટેમ્પ્ટ પીટીશન માં શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગના અગ્ર સચિવશ્રી અશ્વીનીકૃમાર, અમદાવાદના મ્યુ. કમિશ્નરશ્રી થેન્નારસન,એડીશનલ સી.પી.(ટ્રાફિક)શ્રી નરેન્દ્ર ચૌધરી,નામદાર ગુજરાત હાઇકોર્ટ ખાતે ઉપસ્થિત રહીને જરૂરી વિગતો આપી હતી.
ગુજરાત સ્ટેટ લીગસ સર્વિસ ઓથોરીટી ધ્વારા નામદાર હાઇકોર્ટમા રજૂ થયેલ અહેવાલમાં રાજયમાં પ્રવર્તતી સમસ્યા જેવી કે રખડતા ઢોર, ટ્રાફિક, ગેર કાયદેસર પાર્કિંગ અને દબાણ,ખરાબ રસ્તા અંગે નામદાર હાઇકોર્ટ ધ્વારા નારાજગી વ્યકત કરાઈ હતી.જેને અગ્ર સચિવશ્રી ધ્વારા ગંભીરતાપૂર્વક નોંધ લઈને રાજયમાં આ પ્રકારની સમસ્યાના નિવારણ માટે અઠવાડીયામા એક વખત તમામ આઠ મ્યુનિસીપલ કમિશ્નરશ્રી અને તમામ ૧પ૭ નગરપાલીકા ચીફ ઓફીસરના રીજીયોજનલ મ્યુ.કમિશ્નરશ્રીઓ સાથે રીવ્યુ બેઠક યોજીને રખડતા ઢોરોની સમસ્યા અંગે સમીક્ષા કરવામા આવે છે અને આ સમસ્યાનો દૈનિક અહેવાલ પણ મેળવવામાં આવે છે. રાજ્ય કક્ષાએથી રખડતા ઢોરોના નિયંત્રણ માટે એક ગાઇડ લાઇન પણ બહાર પાડવામાં આવી છે અને તેનો ચુસ્ત અમલ થાય તે માટે પણ તમામ અધિકારીશ્રીઓને સૂચના આપવામાં આવી છે અને અસરકારક કામગીરી કરવામાં આવી રહી છે.
નામદાર હાઇકોર્ટના તા.ર૭-૧૦-ર૩ ના રોજ સુનાવણી સમયે આ સમગ્ર બાબતનો એક અઠવાડીયામાં રીપોર્ટ માંગવામા આવેલ છે તે અન્વયે ચીફ ઓફીસરશ્રી તથા તમામ રીજીયોનલ મ્યુનિ.કમિશ્નરશ્રી અને તમામ આઠ મહાનગરપાલીકના મ્યુ.કમિશ્નરશ્રી સાથે વીડીયો કોન્ફરન્સ દ્વારા બેઠક યોજવામાં આવી હતી અને રીપોર્ટમા દર્શાવેલ સ્થળો ઉપરની સમીક્ષા કરવામા આવી છે.
નામદાર હાઇકોર્ટ ધ્વારા કરવામા આવેલ સૂચન પરત્વે દૈનિક રીતે રીપોર્ટમાં દર્શાવેલ સ્થળ ઉપર સ્થાનિક પોલીસ તંત્ર,જીલ્લા કલેકટરશ્રી તથા ચીફ અધિકારીશ્રી/ડેપ્યટી મ્યુ.કમિ.શ્રીની ટીમ ધ્વારા રખડતા ઢોરોને ઢોરવાડા/પાંજરા પોળમા મુકી આવવા અને રાજય સરકારે બહાર પાડેલ ગાઇડલાઇન મુજબ તેનો સખ્તાઇથી અમલ કરવો, રોડ ઉપરના ગેરકાયદેસર દબાણ/ટ્રાફિકની સમસ્યાનુ નિરાકરણ લાવવુ, ખરાબ રસ્તા સત્વરે રીપેરીંગ કરાવવા સૂચના ઓ આપવામાં આવી છે.
વધુમા અગ્ર સચિવશ્રી ધ્વારા જણાવ્યા અનુસાર સ્થાનિક કક્ષાએ કરવામાં આવેલ આ પ્રકારની કામગીરીનો ફોટોગ્રાફસ સાથે આંકડાકીય માહિતી દૈનિક ધોરણે રાજય સરકારના શહેરી વિકાસ વિભાગને દરરોજ ગુગલ શીટમાં અપલોડ કરવા પણ સૂચનાઓ આપી છે જેથી રીઅલ ટાઈમ મોનીટરીંગ કરી શકાય. વિભાગના અગ્ર સચિવશ્રી ધ્વારા સમગ્ર રાજય લેવલની મીટીંગ વીડીયો કોન્ફરન્સના માધ્યમથી કરવામાં આવી અને આ તમામ કામગીરી કડકાઇથી અને સખ્તાપુર્વક કરવા તમામ ચીફ ઓફીસર અને મ્યુ.કમિ.શ્રી,તમામ જીલ્લા કલેકટરશ્રી અને જીલ્લા પોલીસ વડા ને પત્ર ધ્વારા સૂચના આપવામાં આવી છે.
વીડીયો કોન્ફરન્સ દ્વારા યોજાયેલ આ બેઠકમાં અમરેલી, આણંદ, મોડાસા, પાલનપુર, ભરુચ, બોટાદ, છોટાઉદેપુર, દાહોદ, ખંભાળીયા, ધ્વારકા, ગીરસોમનાથ, ભૂજ, નડીયાદ, લુણાવાડા, મહેસાણા, મોરબી, રાજપીપળા, નવસારી, ગોધરા, પાટણ,પોરબંદર, હિંમતનગર, સુરેન્દ્રનગર, વ્યારા તથા વલસાડના ચીફ ઓફિસરશ્રી ઓ,અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર ના રીજીયોનલ મ્યુ.કમિશ્નરશ્રી ઓ અનુ
અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, ભાવનગર, જામનગર, જુનાગઢ, ગાંધીનગરના મ્યુ.કમિ.શ્રી ઓ સહભાગી થયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here