ગ્લેન મેક્સવેલે વર્લ્ડ કપ 2023માં નેધરલેન્ડ સામે 40 બોલમાં ધમાકેદાર સદી ફટકારી હતી અને આ લિસ્ટમાં તે ટોપ પર છે. આ લિસ્ટમાં બીજા ક્રમે પણ મેક્સવેલ જ છે, તેણે 2015 વર્લ્ડ કપમાં શ્રીલંકા સામે સિડનીમાં 51 બોલમાં સદી ફટકારી હતી. 2013માં ભારત પ્રવાસમાં બેંગલુરુમાં ટીમ ઈન્ડિયા સામે જેમ્સ ફોકનરે 57 બોલમાં જોરદાર સદી ફટકારી હતી. વર્તમાન વર્લ્ડ કપમાં ન્યૂઝીલેન્ડ સામે ટ્રેવિસ હેડે 59 બોલમાં ધમાકેદાર સદી ફટકારી જોરદાર કમબેક કર્યું હતું. પૂર્વ કપ્તાન અને સ્ટાર બેટ્સમેન સ્ટીવ સ્મિથે વર્ષ 2020માં ભારત સામે 62 બોલમાં યાદગાર સેન્ચુરી ફટકારી હતી.






