Home મનોરંજન તાપસીએ આ વસ્તુનો ત્યાગ કરી ૬ પેક એબ્સ બનાવ્યા

તાપસીએ આ વસ્તુનો ત્યાગ કરી ૬ પેક એબ્સ બનાવ્યા

89
0

ફિલ્મોમાં સામાન્ય રીતે હીરોના ૬ કે ૮ પેક એબ્સ જાેવા મળતા હોય છે. શાહરૂખ-સલમાન કે પ્રભાસનું જીમ બોડી જાેઈને ઓડિયન્સ સિટીઓ મારે છે. જ્યારે હીરોઈન નાજુક, નમણી અને આકર્ષક અંદાજમાં રજૂ થાય છે. બોલિવૂડમાં બિન્દાસ અને બટકબોલી તાપસી પન્નુએ હીરોઈન તરીકે ‘હટ કે’ લૂક મેળવ્યો છે. તાપસીએ જીમ અને ચુસ્ત ડાયેટિંગની મદદથી ૬ પેક એબ્સ બનાવ્યા છે અને આ કસાયેલા શરીર માટે જીમ ટ્રેનરનો આભાર માન્યો છે. તાપસીએ મહિલાઓને ફિટનેસ મોટિવેશન આપતાં ફોટોગ્રાફ્સ શેર કર્યા છે. જેમાં તે જીમ બોડીમાં જાેઈ શકાય છે. તાપસીએ ટ્રેનરની સાથે ફોટોગ્રાફ શેર કરી સિક્સ પેક એબ્સ બનાવ્યા છે. આ સાથે પોસ્ટમાં તાપસીએ જણાવ્યું હતું કે, મહિનાઓ સુધી આકરી મહેનત કરી છે અને શરીરને તપાવ્યું છે. માત્ર ચા અને બિસ્કિટ પર દિસો કાઢ્યા છે. છોલે-ભટુરે જેવી વસ્તુઓ પણ છોડી છે. ત્યારે આવું બોડી બન્યું છે. તાપસીના આ નવા લૂકને હુમા કુરેશી અને તાહિરા કશ્યપે તરત વખાણ્યો હતો. નાજુક તાપસીમાંથી ટાઈગર શ્રોફ જેવા લૂક બદલ નેટિઝન્સે પણ તેને ભરપૂર લાઈક્સ આપ્યા હતા.  તાપસી હાલ ઓટીટી ફિલ્મ ‘ફિર આયી હસીન દિલરુબા’ કરી રહી છે. શાહરૂખ ખાન સાથે રાજકુમાર હિરાણીની ડન્કીમાં પણ તાપસી જાેવા મળશે. શાહરૂખ અને રાજકુમાર સાથે ફિલ્મ મળવાથી તાપસી ખૂબ ખુશ છે. ક્યારેક અભિમાની અને તોછડી લાગતી તાપસીએ ફિલ્મમાં પસંદગી મામલે અત્યંત નમ્રતાથી જણાવ્યું હતું કે, રાજકુમાર અને શાહરૂખે ફિલ્મના બેકગ્રાઉન્ડમાં ઝાડનો રોલ કરવાનું કહ્યું હોત, તો પણ ગમ્યું હોત. આ ફિલ્મમાં સોલિડ લવ સ્ટોરી છે અને તેમાં હીરોઈનનો ખૂબ મજબૂત રોલ છે. જે મારા માટે બોનસ સમાન છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here