Home દેશ દાંતીવાડા ડેમમાં ઝંપલાવી એક જ પરિવારના ચાર લોકોએ આત્મહત્યા કરી, પરિવારના સાસુ,વહુ,...

દાંતીવાડા ડેમમાં ઝંપલાવી એક જ પરિવારના ચાર લોકોએ આત્મહત્યા કરી, પરિવારના સાસુ,વહુ, દીકરી અને દીકરાએ આપઘાત કરી લેતા ચકચાર

34
0

સુરતના પરિવારે થોડા દિવસ પહેલા જ સામૂહિક આપઘાત કરી લીધો હતો. ત્યારે રાજ્યમાંથી ફરીથી સામૂહિક આપઘાતનો કરૂણ કિસ્સો સામે આવ્યો છે. દાંતીવાડા ડેમમાં ઝંપલાવી એક જ પરિવારના ચાર લોકોએ આત્મહત્યા કરી છે. સ્થાનિક લોકોએ ચારે લોકોને ડેમમાથી બહાર કાઢી દીધા છે. આ તમામ મૃતદેહોને પાલનપુર સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યા છે. એક જ પરિવારના 4 લોકોના મોત મામલે પાલનપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. આ અંગે મળતી પ્રાથમિક માહિતી પ્રમાણે, એક જ પરિવારના સાસુ,વહુ, દીકરી અને દીકરાએ આપઘાત કરી લેતા ચકચાર મચી ગઇ છે. આ પરિવાર પાલનપુરના નાની ભટામલ હોવાનું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યુ છે. આપઘાત બાદ આ લોકોએ કોઈના ત્રાસથી આત્મહત્યા કરી લીધી હોય તેવી ચર્ચાઓ થઇ રહી હતી. જોકે. મૃતક પરણીતાના ભાઈએ બનેવી અને બહેનનાં સસરા સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે. પતિ અને સસરાના ઘર કંકાસમાં પત્ની, દીકરો, દીકરી અને સાસુએ આત્મહત્યા કર્યાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. પોલીસે મૃતક પરણીતાના ભાઈ પ્રવીણસિંહ ઠાકોરની ફરિયાદને આધારે પતિ નારણસીંગ ગેનસીંગ ચૌહાણ અને સસરા ગેનસીંગ સ્વરૂપસીંગ ચૌહાણ સામે 306નો ગુનો દાખલ કરી હાથ ધરી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસ દ્વારા આ લોકોના પરિવારજનો અને પાડોશીઓના નિવેદન લેવાની ગતિવિધી હાથ ધરી છે. આ સમાચાર બાદ આ લોકોના પરિવારમાં પણ શોકનો માહોલ છે. આ ચાર લોકોમાં બે બાળકો છે જ્યારે સાસુ અને વહુ છે. હાલ આ અંગે અનેક ચર્ચાઓ ચાલી રહી છે. આ લોકો પાસેથી કોઇ અંતિમ ચિઠ્ઠી પણ મળી આવી નથી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here