Home દુનિયા દીપિકાને ઓળખવામાં એજન્સીએ કરી ભૂલ!.., એજન્સી પર લોકોએ રોષ વ્યક્ત કર્યો

દીપિકાને ઓળખવામાં એજન્સીએ કરી ભૂલ!.., એજન્સી પર લોકોએ રોષ વ્યક્ત કર્યો

129
0

બોલિવૂડ અભિનેત્રી દીપિકા પાદુકોણ ઈન્ટરનેશનલ સ્ટાર છે. દુનિયાભરના લોકો એક્ટ્રેસને એડમાયર કરે છે. પોતાની આઈડલ પણ માને છે. દીપિકા ઘણા ઈન્ટરનેશનલ પ્લેટફોર્મ્સ પર ભારતનું પ્રતિનિધિત્વ કરી દેશનું નામ ઉંચુ કરી ચુકી છે. ઓસ્કાર 2023માં પણ દીપિકા છવાયેલી હતી. એક્ટ્રેસે એવોર્ડ સેરેમની પ્રસ્તુતકર્તા તરીકે હાજરી આપી હતી. તેના લુકથી લઈને તેની સ્પીચ સુધી લોકો ફિદા થઈ ગયા હતાં. પરંતુ આશ્ચર્ય ત્યારે થયું જ્યારે કેટલીક આંતરરાષ્ટ્રીય એજન્સીઓ દીપિકા પાદુકોણને ઓળખવામાં નિષ્ફળ રહી. આશ્ચર્ય પામશો નહીં…પરંતુ આ સત્ય છે…

દીપિકા – કેમિલા અલ્વેસ

કેટલીક મોટી વિદેશી મીડિયા એજન્સીઓએ દીપિકાને બ્રાઝિલિયન મોડલ અને ડિઝાઈનર કેમિલા અલ્વેસ સમજીને ભૂલ કરી છે. કેમિલા અલ્વેસ હોલિવૂડ એક્ટર Matthew McConaugheyની પત્ની છે. ઈન્ટરનેશનલ ફોટો એજન્સીના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે, જેમાં બ્રાઝિલિયન મોડલ અને ડિઝાઈનર કેમિલા અલ્વેસના નામે દીપિકા પાદુકોણના ઓસ્કાર ફોટો શેર કરવામાં આવ્યા છે. દીપિકાના ફેન્સ આ આ હરકતથી ખૂબ જ નારાજ છે.

કેમિલા અલ્વેસ

ઈન્ડિયન આઇકન દીપિકા પાદુકોણને બ્રાઝિલિયન સ્ટાર કેમિલા અલ્વેસ કહેવા બદલ ફોટો એજન્સી પર લોકોનો ગુસ્સો ફાટી નીકળ્યો છે. લોકો એજન્સીને સતત ટ્રોલ કરીને પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે. એક યુઝરે ફોટો એજન્સીને ટ્રોલ કરતા લખ્યુ- દીપિકા પોતાનામાં ખૂબ જ પોપ્યુલર છે. તેની પાસે 72 મિલિયન ઈન્સ્ટાગ્રામ ફોલોઅર્સ છે. અન્ય એક યુઝરે લખ્યુ- આ દીપિકા પાદુકોણ છે. બોલિવૂડ ઈન્ડસ્ટ્રીની હાઈએસ્ટ પેઇડ એક્ટ્રેસ. તમારી ઈગ્નોરેન્સ દેખાઈ રહી છે. પ્લીઝ તેને ફિક્સ કરો.

દીપિકા પાદુકોણે ઓસ્કાર 2023ના સ્ટેજ પર એસએસ રાજામૌલીની ફિલ્મ RRRના ગીત નાટૂ નાટૂ ને પ્રેઝેન્ટ કર્યુ હતું. દીપિકાને સ્ટેજ પર નાટૂ નાટૂ ગીત અને RRR ફિલ્મના ખાસ અંદાજમાં વખાણ કર્યા હતાં. એક્ટ્રેસની સ્પીચે લોકોનું દિલ જીતી લીધું હતું. સ્પીચ દરમિયાન ઓડિટોરિયમમાં બઠેલી ઓડિયન્સે ખૂબ જ તાળીઓ પાડી અને જોરદાર હૂટિંગ પણ કરી. દરેક લોકો તેની પ્રશંસા કરી રહ્યા હતાં. પરંતુ, ઈન્ટરનેશનલ એજન્સીની આ ગેરજવાબદારીથી લોકો નિરાશ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here