Home દેશ ધર્માંતરણ થતું હશે ત્યાં કથા કરીશું અને ઘરવાપસી કરાવીશું :- ધીરેન્દ્ર શાસ્ત્રી

ધર્માંતરણ થતું હશે ત્યાં કથા કરીશું અને ઘરવાપસી કરાવીશું :- ધીરેન્દ્ર શાસ્ત્રી

52
0

બાબા બાગેશ્વર ધામ સરકારનો બે દિવસ સુરતમાં ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. દરબારની શરૂઆત પહેલા બાબાએ મીડિયા કર્મીઓ સાથે વાતચીત કરી હતી. લિંબાયત વિસ્તારના નીલગીરી ગ્રાઉન્ડમાં આજે બાબા બાગેશ્વરનો દિવ્ય દરબાર યોજાશે. આ સમારોહ માટે વિશાળ મંચ, ભવ્ય મંડપ તૈયાર કરવામાં આવ્યો છે. બાબા બાગેશ્વરના દિવ્ય દરબારમાં બે લાખથી વધુ લોકો જાેડાય તેવો આયોજકોનો દાવો છે.બાબા બાગેશ્વરે પત્રકાર પરિસદમાં કહ્યું કે અબ કુછ દિન ગુજરાતમે ગુજારેગે. ખાસ કરીને ધર્માંતરણને લઈ પ્રશ્નો પૂછતા બાબાએ કહ્યું જે વિસ્તારમાં ધર્માંતરણ થતું હશે. તે જગ્યાએ અમે કથા કરીશું અને ઘર વાપસી કરાવીશું. સુરત ખાતે બાબાના દરબારમાં હાજર રહેવા રાજસ્થાન, યુપી અને બિહારમાંથી સેંકડો ભક્તો સુરત પહોંચ્યા છે. દરબારની વ્યવસ્થા માટે ૧ હજાર સુરક્ષાકર્મીઓ ૫૦૦ બાઉન્સર્સ તેમજ ૧ હજાર સ્વયંસેવકો ખડે પગે રહેશે. દરબાર માટે ૧૦ ગેટ બનાવવામાં આવ્યા છે અને દરેક ગેટ પર એમ્બ્યુલન્સ તૈનાત રહેશે. શ્રદ્ધાળુઓ માટે પીવાનું પાણી, કૂલર તેમજ પંખા સહિત જરૂરી તમામ વ્યવસ્થાઓ કરાઇ છે. દિવ્ય દરબારમાં બાબા બાગેશ્વર હિંદુ રાષ્ટ્ર અને સનાતન સંસ્કૃતિની એકતા અંગે સંબોધન કરશે. બાબા બાગેશ્વરે અયોધ્યા મંદિર બાદ મથુરામાં શ્રી કૃષ્ણ જન્મભૂમિને લઈ હુંકાર કર્યો છે. તો ૨૭મેએ બાબા બાગેશ્વરની કથા અને ભભૂતી વિતરણનો કાર્યક્રમ થવાનો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here