Home દેશ ન્‍યાય સહાયક વિજ્ઞાન ખાતાના હેન્ડરાઈટીંગ અને ફોટોગ્રાફી વિભાગમાં દસ્તાવેજોના પરીક્ષણ માટેના પેઈડ...

ન્‍યાય સહાયક વિજ્ઞાન ખાતાના હેન્ડરાઈટીંગ અને ફોટોગ્રાફી વિભાગમાં દસ્તાવેજોના પરીક્ષણ માટેના પેઈડ કેસ ફીના નવા ધોરણો નક્કી કરાયા

97
0

ન્‍યાય સહાયક વિજ્ઞાન ખાતાના હેન્ડરાઈટીંગ અને ફોટોગ્રાફી વિભાગમાં દસ્તાવેજોના પરીક્ષણ માટેના પેઈડ કેસ ફીના નવા ધોરણો ગૃહ વિભાગના એક ઠરાવથી નક્કી કરવામાં આવ્‍યા છે. જેનો ૩/૧૧/૨૦૨૩થી અમલ કરવામાં આવ્યો છે. ૧૦ ટકાના વધારા સાથેના પરીક્ષણ ફીના નવા દરો નીચે મુજબ છે.

ઓપિનિયન ફી, કોર્ટ એટેડન્સ ફી અને ટ્રાવેલિંગ ફીના દર
ક્રમ વિગત ફીનો દર
૧ ઓપિનિયન ફી રૂ. ૧૧,૦૦૦ (૧ થી ૫ તકરારી એક્ઝિબીટ્સ) + રૂ. ૧,૧૦૦ (પ્રત્યેક વધારાના તકરારી એક્ઝિબીટ્સ દીઠ)
૨ નિષ્ણાતોએ પ્રત્યેક કેસ દીઠ અભિપ્રાય માટે કોર્ટમાં આપેલી હાજરી (કોર્ટ એટેડન્સ) માટેની એવિડન્સ ફી તેમજ ટ્રાવેલિંગ ફી (અ) કોર્ટ એટેડન્સ/એવિડન્સ ફી પ્રતિ કેસ પ્રતિ દિવસ રૂ. ૪,૪૦૦

(બ) સાક્ષી માટે મુસાફરીના પ્રત્યેક દિવસની ટ્રાવેલિંગ ફી રૂ. ૪,૪૦૦

(ક) મુસાફરીના ૪ કલાક સમય પસાર કરેલ હોય તો ટ્રાવેલિંગ ફી રૂ. ૪,૪૦૦

(ડ) મુસાફરીના ૪ કલાક સમય પસાર કરેલ હોય તો ટ્રાવેલિંગ ફી રૂ. ૨,૨૦૦

(ઈ) જે દિવસ માટે કોર્ટ એટેડન્સ ફી લેવામાં આવશે તે દિવસ માટે ટ્રાવેલિંગ ફી લેવામાં આવશે નહિ.
૩ મુસાફરી ભથ્થું સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો મુજબ

ડોક્યુમેન્ટ ફોટોગ્રાફીના ફીના દર
ક્રમ ડીજીટલ ફોટોગ્રાફી/ડોક્યુમેન્ટના ફોટોગ્રાફીની સાઈઝ ફીનો દર
પ્રથમ કોપી બીજી કોપી
અ ૧ કલર પ્રિન્ટ (A4 સાઈઝ) રૂ. ૧૬૫ રૂ. ૮૨.૫
૨ બ્લેક એન્ડ વ્હાઈટ (A4 સાઈઝ) રૂ. ૧૧૦ રૂ. ૫૫
સ્પેશિયલ ફોટોગ્રાફી ફીના દર
પ્રથમ કોપી બીજી કોપી
બ ૧ ટ્રાન્સમિટેડ, ઇન્ફ્રારેડ, ઓબ્લિગ લાઈટ, અલ્ટ્રાવાયોલેટ લાઈટ, ફોટોગ્રાફી ઇન મેઝરીંગ પ્લેટ રૂ. ૩૩૦ રૂ. ૨૨૦
૨ અદ્યતન વૈજ્ઞાનિક સાધનોની મદદથી મેળવેલ ડીજીટલ ફોટોગ્રાફી પ્રિન્ટ રૂ. ૩૩૦ રૂ. ૨૨૦
ક ડોક્યુમેન્ટની ડીજીટલ ફોટોગ્રાફીની ડેટા સીડી/ડીવીડી રૂ. ૩૩૦ રૂ. ૨૨૦

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here