ન્યાય સહાયક વિજ્ઞાન ખાતાના હેન્ડરાઈટીંગ અને ફોટોગ્રાફી વિભાગમાં દસ્તાવેજોના પરીક્ષણ માટેના પેઈડ કેસ ફીના નવા ધોરણો ગૃહ વિભાગના એક ઠરાવથી નક્કી કરવામાં આવ્યા છે. જેનો ૩/૧૧/૨૦૨૩થી અમલ કરવામાં આવ્યો છે. ૧૦ ટકાના વધારા સાથેના પરીક્ષણ ફીના નવા દરો નીચે મુજબ છે.
ઓપિનિયન ફી, કોર્ટ એટેડન્સ ફી અને ટ્રાવેલિંગ ફીના દર
ક્રમ વિગત ફીનો દર
૧ ઓપિનિયન ફી રૂ. ૧૧,૦૦૦ (૧ થી ૫ તકરારી એક્ઝિબીટ્સ) + રૂ. ૧,૧૦૦ (પ્રત્યેક વધારાના તકરારી એક્ઝિબીટ્સ દીઠ)
૨ નિષ્ણાતોએ પ્રત્યેક કેસ દીઠ અભિપ્રાય માટે કોર્ટમાં આપેલી હાજરી (કોર્ટ એટેડન્સ) માટેની એવિડન્સ ફી તેમજ ટ્રાવેલિંગ ફી (અ) કોર્ટ એટેડન્સ/એવિડન્સ ફી પ્રતિ કેસ પ્રતિ દિવસ રૂ. ૪,૪૦૦
(બ) સાક્ષી માટે મુસાફરીના પ્રત્યેક દિવસની ટ્રાવેલિંગ ફી રૂ. ૪,૪૦૦
(ક) મુસાફરીના ૪ કલાક સમય પસાર કરેલ હોય તો ટ્રાવેલિંગ ફી રૂ. ૪,૪૦૦
(ડ) મુસાફરીના ૪ કલાક સમય પસાર કરેલ હોય તો ટ્રાવેલિંગ ફી રૂ. ૨,૨૦૦
(ઈ) જે દિવસ માટે કોર્ટ એટેડન્સ ફી લેવામાં આવશે તે દિવસ માટે ટ્રાવેલિંગ ફી લેવામાં આવશે નહિ.
૩ મુસાફરી ભથ્થું સરકારશ્રીના પ્રવર્તમાન નિયમો મુજબ
ડોક્યુમેન્ટ ફોટોગ્રાફીના ફીના દર
ક્રમ ડીજીટલ ફોટોગ્રાફી/ડોક્યુમેન્ટના ફોટોગ્રાફીની સાઈઝ ફીનો દર
પ્રથમ કોપી બીજી કોપી
અ ૧ કલર પ્રિન્ટ (A4 સાઈઝ) રૂ. ૧૬૫ રૂ. ૮૨.૫
૨ બ્લેક એન્ડ વ્હાઈટ (A4 સાઈઝ) રૂ. ૧૧૦ રૂ. ૫૫
સ્પેશિયલ ફોટોગ્રાફી ફીના દર
પ્રથમ કોપી બીજી કોપી
બ ૧ ટ્રાન્સમિટેડ, ઇન્ફ્રારેડ, ઓબ્લિગ લાઈટ, અલ્ટ્રાવાયોલેટ લાઈટ, ફોટોગ્રાફી ઇન મેઝરીંગ પ્લેટ રૂ. ૩૩૦ રૂ. ૨૨૦
૨ અદ્યતન વૈજ્ઞાનિક સાધનોની મદદથી મેળવેલ ડીજીટલ ફોટોગ્રાફી પ્રિન્ટ રૂ. ૩૩૦ રૂ. ૨૨૦
ક ડોક્યુમેન્ટની ડીજીટલ ફોટોગ્રાફીની ડેટા સીડી/ડીવીડી રૂ. ૩૩૦ રૂ. ૨૨૦
