Home ગુજરાત પરિવારની મરજી વિરુદ્ધ જઈને લગ્ન કરનારી બહેનની ભાઈએ જ ચપ્પુના ઘા ઝીકી...

પરિવારની મરજી વિરુદ્ધ જઈને લગ્ન કરનારી બહેનની ભાઈએ જ ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી

76
0

સુરતમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પરિવારની મરજી વિરુદ્ધ જઈને લગ્ન કરનારી બહેનની ભાઈએ જ ચપ્પુના ઘા ઝીકી હત્યા કરી નાખી હતી. બહેને પરિવારની મરજી વિરુદ્ધ કોર્ટ મેરેજ કર્યા હતા અને ૧ મહિના બાદ બહેનના રીત રીવાજ મુજબ લગ્ન હતા અને લગ્ન પ્રસંગના એક દિવસ પહેલા પીઠીની રસમ દરમ્યાન ભાઈએ મંડપમાં આવીને બહેનને ચપુના ઘા ઝીંકી હત્યા કરી નાખી હતી. આ ઘટનામાં પોલીસે આરોપી ભાઈની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.સુરતમાં એક ભાઈએ પોતાની જ બહેનની હત્યા કરી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. લિંબાયત વિસ્તારમાં રહેતી કલ્યાણી પાટીલ નામની યુવતીએ જિતેન્દ્ર મહાજન નામના યુવક સાથે પરિવારની મરજી વિરુદ્ધ કોર્ટમાં લગ્ન કરી લીધા હતા કોર્ટ મેરેજ કર્યા બાદ બંને જણાં સાથે રહેતા હતા. કોર્ટ મેરેજને એક મહિનો વીતિ જતાં યુવકના પરિવારજનોએ સમાજના રીતિ રિવાજ અનુસાર લગ્ન કરવા ર્નિણય લીધો હતો. સોમવારે તેની પીઠીની વિધિ હતી. સાંજે પીઠીની વિધિ યોજાઈ રહી હતી. ત્યારે તેના પિતરાઈ ભાઈએ ચપુના ઘા મારી હત્યા કરતા ખુશીનો માહોલ માતમમાં ફેરવાયો હતો.બીજી તરફ આ ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી હતી. ઈજાગ્રસ્ત યુવતીને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી, પરંતુ સારવાર મળે તે પહેલા જ યુવતીનું મોત નીપજ્યું હતું. આ ઘટનાને લઈને હાજર લોકોએ હત્યારા ભાઈને ઝડપીને પોલીસના હવાલે કરી દીધો હતો. આ મામલે પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here