Home ગુજરાત પાવાગઢ દુર્ઘટના કેસમાં મહિલાના મોત મામલે પોલીસે નોંધ્યો ગુનો, રિપોર્ટના આધારે કરાશે...

પાવાગઢ દુર્ઘટના કેસમાં મહિલાના મોત મામલે પોલીસે નોંધ્યો ગુનો, રિપોર્ટના આધારે કરાશે કાર્યવાહી

83
0

યાત્રાધામ પાવાગઢમાં માચી ખાતે ઘુમટી તૂટી પડવાની ઘટનાના કેસમા ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. પાવાગઢ  પોલીસે અકસ્માતે ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. પંચમહાલ જિલ્લા કલેક્ટરે કહ્યું હતું કે સ્થળ પર તપાસ કરી સેમ્પલો લેવામાં આવશે. ટેકનિકલ ખામી આવશે તો રિપોર્ટના આધારે કાર્યવાહી કરાશે. નોંધનીય છે કે યાત્રાધામ પાવાગઢમાં એક પથ્થરની કુટીરની છત ધરાશાયી થતાં એક મહિલાનું મોત થયું હતું અને નવ લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા. પાવાગઢ યાત્રા ધામમાં વરસાદ શરૂ થતાં કેટલાક અન્ય ભાવિકો પણ વરસાદથી બચવા માટે આ પથ્થરની કુટિર નીચે ઉભા હતા આ સમયે છત ધરાશાયી થતાં ૯થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા. જેમાં સાતની સ્થિતિ ગંભીર હોવાનું જાણવા મળ્યું છે.  આસપાસના અન્ય યાત્રિકોએ ભારેખમ પથ્થરો ઉઠાવી દબાયેલા યાત્રિકોને બહાર કાઢ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here