Home દેશ પીએમ મોદીની બે દિવસીય ગુજરાત મુલાકાત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અચાનક દિલ્હીનાં...

પીએમ મોદીની બે દિવસીય ગુજરાત મુલાકાત બાદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અચાનક દિલ્હીનાં પ્રવાસે

53
0

હજી બે દિવસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે હતા. જેમાં ગુજરાતના મુખ્યમંત્રીને મળ્યા હતા. ત્યારે આ વચ્ચે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને અચાનક દિલ્હીથી બુલાવો આવ્યો છે. દિલ્હી દરબારથી બુલાવો આવતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દિલ્હી પહોંચ્યા છે. PM મોદીની બે દિવસીય ગુજરાત મુલાકાત બાદ મુખ્યંમત્રીનો દિલ્હી પ્રવાસ અનેક ચર્ચા ઉભી કરે છે. મુખ્યમંત્રી હાલ દિલ્હીના ગરવી ગુજરાત ભવનમાં પહોંચ્યા છે. પરંતું મુખ્યમંત્રીની દિલ્હી મુલાકાતનું કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી. ગુજરાતમાં લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે. આ વચ્ચે ગુજરાત ભાજપમાં આંતરિક રાજકારણ સપાટી પર આવ્યું છે. ગુજરાતના નેતાઓની દિલ્હી સતત આવનજાવન થતી રહે છે. પરંતું હજી પ્રધાનમંત્રી બે દિવસના ગુજરાત પ્રવાસ બાદ ગઈકાલે જ દિલ્હી જવા રવાના થયા છે. તેમણે આ પ્રવાસમાં રાજભવનમાં કેટલીક ગુપ્ત બેઠકો કરી હતી. પરંતુ તેમના દિલ્હી ગયા બાદ બીજા જ દિવસે મુખ્યમંત્રીને દિલ્હીથી બુલાવો આવવો એ અનેક પ્રશ્નો ઉભા કરે છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને દિલ્હીથી તેડું આવ્યાની ચર્ચાએ જોર પકડ્યું છે. સાથે જ આ વખતે સીઆર પાટીલને દિલ્હીથી કોઈ બુલાવો આવ્યો નથી. મુખ્યમંત્રી એકલા જ દિલ્હી દરબારમાં પહોંચ્યા છે. તો આ પાછળ ભાજપની કઈ રાજકીય ચાલ હશે તે તો સમય આવ્યે જ ખબર પડશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here