Home ગુજરાત બગસરાના નવા જીનપરા વિસ્તારમાંથી શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો, 2 લાખ રૂપિયા કરતા...

બગસરાના નવા જીનપરા વિસ્તારમાંથી શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો, 2 લાખ રૂપિયા કરતા વધારે કિમતના ઘઉં અને ચોખાના 75 કટ્ટા મળી આવ્યા

104
0

અમરેલીના બગસરાના નવા જીનપરા વિસ્તારમાંથી શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો છે. અમરેલી જિલ્લા સ્પેશિયલ ઓપરેશન ગૃપને એક બાતમી મળી હતી અને જેને આધારે એક ટ્રકમાંથી શંકાસ્પદ જથ્થો ઝડપી પાડ્યો છે. એસઓજીની ટીમે બગસરાના નવા જીનપરા વિસ્તારમાં ટ્રકમાં ભરેલા અનાજના જથ્થાને જોઈને ડ્રાયવર અને કંડક્ટર પાસે અનાજની હેરફેરને લઈ પુરાવા માંગ્યા હતા. જે નહીં બતાવતા જ એસઓજીની ટીમે આશંકા મુજબ જ ટ્રકમાં ભરેલ અનાજને જપ્ત કરી લીધુ હતુ. એસઓજી દ્નારા ઝડપેલ અનાજના જથ્થાને સ્થાનિક જિલ્લા પુરવઠા વિભાગને સોંપવામાં આવ્યો હતો. જેમાં ઘઉં અને ચોખાના 75 કટ્ટા મળી આવ્યા હતા. જેની કિંમત 2 લાખ રુપિયા કરતા વધારે છે. ટીમ દ્વારા તમામ અનાજને પુરવઠા વિભાગને સોંપીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. અવાર નવાર સરકારી અનાજને વગે કરવાની ફરિયાદો સર્જાતી હોય છે. જેને લઈને પોલીસે બાતમી આધારે આ ટ્રકને ઝડપીને કાર્યવાહી હાથ ધરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here