Home ગુજરાત બોટાદ સાળંગપુરમાં અકસ્માત, કારમાં સવાર 8 વર્ષની બાળકી સહિત માતા-પિતા ને ઇજા...

બોટાદ સાળંગપુરમાં અકસ્માત, કારમાં સવાર 8 વર્ષની બાળકી સહિત માતા-પિતા ને ઇજા પહોંચી

284
0

સાળંગપુર દર્શન કરી પરત ફરતા પરિવારને અકસ્માત નડ્યો. જોકે સદનસીબે કોઈ જાનહાનિ નહિ થઈ,પરંતુ સામાન્ય ઇજા થતાં સારવાર હેઠળ પરિવારને ધંધુકા હોસ્પિટલ ખાતે ખસેડ્યા. બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં આવેલા સાળંગપુર ધામ જ્યાં ખૂબ મોટી સંખ્યામાં હરિ ભક્તો અહીં દર્શન કરવા આવતા હોય છે. ત્યારે રાજસ્થાનના ડુંગરપુરના પરિવારને બરવાળા ધંધુકા રોડ પર આવેલ ચોકડી ગામના પાટિયા નજીક કાર ચાલક દ્વારા સ્ટિયરિંગ પર કાબુ ગુમાવતા કાર રોડ પરથી નીચે ઉતરી જતા અકસ્માત સર્જાયો હતો.

કાર રોડથી આશરે 400 મીટર દૂર ફંગોળાઈ જતા કારમાં સવાર 8 વર્ષીય બાળકી સહિતમાતા-પિતાને સામાન્ય ઇજા થઈ હતી. 108 એમ્બ્યુલન્સને જાણ કરાતાં ઈજાગ્રસ્ત પરિવારને સારવાર હેઠળ ધંધુકા હોસ્પિટલ ખાતે ખસેડવા આવ્યા હતા. રાજસ્થાનના ડુંગરપુરથી કારમાં સવાર થઈ સાળંગપુર દર્શન કરવા આવી રહેલા પરિવારને નડેલા અકસ્માતમાં 8 વર્ષીય બાળકીને સામાન્ય ઇજા પહોંચી.

તેમજ માતા પિતાને પણ સામાન્ય ઈજા થવા પામતા સદ નસીબે જાનહાનિ ટળી હતી. કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા રોડથી નીચે ઉતરી ગયેલી કારને જોઈ પસાર થતા અન્ય વાહન ચાલકો દ્વારા પરિવારને કારમાંથી બહાર કાઢી સારવાર અર્થે 108ની મદદ લઇ ધંધુકા હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here