Home દેશ મુકેશ અંબાણીને ધમકી આપનાર ગાંધીનગર SOGમાં ASI તરીકે ફરજ બજાવનાર કર્મચારીનો પુત્ર

મુકેશ અંબાણીને ધમકી આપનાર ગાંધીનગર SOGમાં ASI તરીકે ફરજ બજાવનાર કર્મચારીનો પુત્ર

87
0

ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને ઇ-મેઇલ દ્વારા ધમકી આપનારા બે લોકોને મુંબઇ ક્રાઇમ બ્રાંચે ઝડપી લીધા છે. જેમાંથી એક ગુજરાતના ગાંધીનગર જિલ્લાના કલોલનો રહેવાસી હોવાનું સામે આવ્યુ છે. મોટી વાત તો એ છે કે આરોપી પોલીસકર્મચારીનો જ પુત્ર છે. મુંબઇ ક્રાઇમ બ્રાંચે આરોપીની કલોલમાંથી ધરપકડ કરી છે. ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને છેલ્લા એક જ મહિનામાં ચાર વાર ઇમેઇલ દ્વારા ધમકી મળી છે. ત્યારે ઇમેઇલ દ્વારા ધમકી મળવાના કેસમાં ગાવદેવી પોલીસ અને મુંબઇ ક્રાઇમ બ્રાંચે બે આરોપીની ધરપકડ કરી છે. જેમાંથી એક આરોપીને તેલંગાણાથી ઝડપી લેવામાં આવ્યો છે. જ્યારે અન્ય એક આરોપીને ગુજરાતના કલોલમાંથી ઝડપાયો છે. આ આરોપી ગાંધીનગર SOGમાં ASI તરીકે ફરજ બજાવનાર કર્મચારીનો પુત્ર હોવાનું સામે આવ્યુ છે. આરોપી રાજવીર બી.કોમ.ના ત્રીજા વર્ષમાં અભ્યાસ કરતો હોવાની માહિતી સામે આવી છે. આરોપીના પિતા કલોલ પોલીસ લાઈનમાં રહે છે. જો કે હાલ ઘર બંધ કરી પોલીસ કર્મી પરિવાર સાથે પલાયન થઇ ગયા હોવાની માહિતી સામે આવી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here