કોઈપણ વાહન હોય એની જાળવણી ના થાય, રેગ્યુલર સર્વિસ ના થાય તો અચાનક આગ અથવા અન્ય કોઇ દુર્ઘટના બને છે. ત્યારે મેઘરજના ઝરડા ગામેં આવેલા પ્રા.શાળા પાસેથી આજે એક કારમાં અચાનક જ આગ લાગી હતી. આગ એટલી વિકરાળ હતી કે દુર દુર સુધી ધુમાડાના ગોટે ગોટે જોવા મળ્યાં હતા. જોકે આસપાસના લોકો આગને બુજાવે તે પહેલાં જ કાર બળીને ખાખ થઈ ગી હતી. મેઘરજના ઝરડા ગામે આવેલા પ્રા.શાળા પાસેથી એક કાર ચાલક પોતાની કાર લઈને પસાર થઈ રહ્યો હતો.
ત્યારે અચાનક ચાલુ કારમાં આગળ એન્જીનના ભાગમાં આગ ભભૂકી ઉઠી હતી. જેથી કાર ચાલક સિફત પૂર્વક કાર બાજુમાં ઉભી રાખી બહાર નીકળી જાતાં કાર ચાલકનો આબાદ બચાવ થયો હતો. કાર ચાલક મેઘરજના વાઘ મહુડી ગામનો હોવાનું બહાર આવ્યું હતું. જો કે કારમાં કયા કારણોસર આગ લાગી તે કારણ અકબંધ છે. પ્રાથમિક તબક્કે આગ શોર્ટ સર્કિટના કારણે લાગી હોવાનું અનુમાન છે.






