Home દેશ મોદી કેબિનેટે અન્ન ભંડાર યોજનાને આપી મંજુરી, દરેક તાલુકામાં બનાવાશે ગોડાઉન

મોદી કેબિનેટે અન્ન ભંડાર યોજનાને આપી મંજુરી, દરેક તાલુકામાં બનાવાશે ગોડાઉન

98
0

કેન્દ્રીય કેબિનેટની બુધવારે બેઠક થઈ હતી. આ બેઠકમાં સહકારી ક્ષેત્રમાં અનાજ સંગ્રહ ક્ષમતા વધારવા માટે એક લાખ કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી આપવામાં આવી હતી. કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું, “આજની કેબિનેટની બેઠકમાં સહકારી ક્ષેત્રમાં વિશ્વની સૌથી મોટી અનાજ સંગ્રહ યોજનાને મંજૂરી આપવાનો ર્નિણય લેવામાં આવ્યો છે.”તેમણેકહ્યું, “સહકારી ક્ષેત્રમાં ૭૦૦ લાખ ટન અનાજની સંગ્રહ ક્ષમતા વધારવા માટે એક લાખ કરોડ રૂપિયાની યોજનાને મંજૂરી આપવામાં આવી છે. હાલમાં દેશમાં અનાજ સંગ્રહ કરવાની ક્ષમતા ૧,૪૫૦ લાખ ટન છે.”તેમણેકહ્યું, “આગામી પાંચ વર્ષમાં સંગ્રહ ક્ષમતા વધારીને ૨,૧૫૦ લાખ ટન કરવામાં આવશે. સહકારી ક્ષેત્રમાં આ ક્ષમતા વધશે. પીએમના વિઝન અનુસાર સહકારી સંસ્થાઓને ગતિશીલ બનાવવા માટે અનેક પગલાં લેવામાં આવ્યા છે. એક વેરહાઉસ દરેક બ્લોકમાં ૨૦૦૦ ટનની સંગ્રહ ક્ષમતા સાથે બનાવવામાં આવશે.”અનુરાગઠાકુરેજણાવ્યુંહતુંકે, “ભારત વિશ્વમાં અનાજના સૌથી મોટા ઉત્પાદકોમાંનું એક છે. આંતરરાષ્ટ્રીય સ્તરે, ચીન, યુએસએ, બ્રાઝિલ, રશિયા, આજેર્ન્ટિના વગેરે જેવા તમામ મુખ્ય ઉત્પાદક દેશો પાસે તેમના વાર્ષિક ઉત્પાદન કરતાં વધુ સંગ્રહ ક્ષમતા ઉપલબ્ધ છે, પરંતુ ભારતમાં અનાજની સંગ્રહ ક્ષમતા વાર્ષિક ઉત્પાદનના માત્ર ૪૭% છે. પરિણામે અનાજનો બગાડ થાય છે અને ખેડૂતોને મુશ્કેલી વેઠવી પડે છે.”તેમણેજણાવ્યુંહતુંકે, “દેશ વાર્ષિક આશરે ૩,૧૦૦ લાખ ટન અનાજનું ઉત્પાદન કરે છે. આ પગલાનો ઉદ્દેશ્ય સંગ્રહની સુવિધાના અભાવે અનાજના બગાડને ટાળવા, ખેડૂતોને કટોકટીના સમયે તેમના ઉત્પાદનને ફેંકી દેવાના ભાવે વેચતા અટકાવવા, ર્નિભરતા ઘટાડવાનો છે. આયાત પર અને ગામડાઓમાં રોજગારીની તકો ઊભી કરવી. વધુ સંગ્રહ ક્ષમતા ખેડૂતો માટે પરિવહન ખર્ચમાં ઘટાડો કરશે અને ખાદ્ય સુરક્ષાને મજબૂત બનાવશે.”તેમણેકહ્યું, “આજની બેઠકમાં સિટીઝ ૨.૦ શરૂ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. તેના પાર્ટ્‌સ સિટીઝ ૧.૦ની જેમ ૩ જેટલા જ રહેશે. તેના પર ૧૮૬૬ કરોડ રૂપિયાનો ખર્ચ થશે.”તેજસમયેકેન્દ્રીયમંત્રીએકહ્યું, “કેન્દ્ર સરકારના ૯ વર્ષ પૂર્ણ કરવા પર પીએમ મોદીને કેબિનેટમાં અભિનંદન આપવામાં આવ્યા હતા. દેશવાસીઓનો પણ આભાર માન્યો હતો. સરકારની સફળતાઓની લાંબી યાદી છે. નવ વર્ષ પહેલા અર્થવ્યવસ્થા કથળી રહી હતી, આજે તે પાંચમું સૌથી સફળ એક મોટી અર્થવ્યવસ્થા છે.”

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here