Home અન્ય રશિયાએ યુક્રેનના આર્મ્સ ડેપોને ઉડાવ્યો , ૫૦૦ મિલિયનનો દારૂગોળો બરબાદ

રશિયાએ યુક્રેનના આર્મ્સ ડેપોને ઉડાવ્યો , ૫૦૦ મિલિયનનો દારૂગોળો બરબાદ

156
0

રશિયાએ યુક્રેનના આર્મ ડેપો પર હુમલો કર્યો. રશિયાના હુમલાને કારણે યુક્રેનનો આશરે ૫૦ કરોડનો દારૂગોળો વેડફાયો હતો. આ પછી ધુમાડાનો એક બલૂન જાેવા મળ્યો. આ હુમલો રશિયાએ યુક્રેનના ખ્મેલનિત્સ્કીમાં આવેલા આર્મ ડેપો પર હુમલો કર્યો હતો. આ ડેપો પર રશિયાએ બે વાર હુમલો કર્યો હતો. તાજેતરના સમયમાં અનેક મોટા હુમલાઓ બાદ રશિયાએ આ હુમલો કર્યો છે. આ પહેલા યુક્રેને રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનની હત્યા કરવાના ઈરાદે ડ્રોન હુમલો કર્યો હતો.  જે બાદ બંને દેશો વચ્ચે તણાવ વધુ વધી ગયો છે. બંને દેશો વચ્ચે ચાલી રહેલું આ યુદ્ધ સમયની સાથે ખતરનાક બની રહ્યું છે.આ હુમલાને કારણે યુક્રેનને પણ ઘણું નુકસાન થયું છે. બીજી તરફ એક દિવસ પહેલા એટલે કે ૧૩ મેના રોજ યુક્રેને રશિયાના બે ફાઇટર જેટ અને હેલિકોપ્ટરને તોડી પાડ્યા હતા. ઉત્તરપૂર્વીય યુક્રેનને અડીને આવેલા બ્રાયન્સ્ક પ્રદેશમાં રશિયન ફાઇટર જેટ અને હેલિકોપ્ટર બંને ઉડાન ભરી રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here