Home દુનિયા લંડનમાં ઈઝરાયેલ-હમાસ યુદ્ધવિરામની માગ સાથે હજારો લોકો રસ્તા પર ઉતર્યા

લંડનમાં ઈઝરાયેલ-હમાસ યુદ્ધવિરામની માગ સાથે હજારો લોકો રસ્તા પર ઉતર્યા

63
0

રશિયા-યુક્રેન યુદ્ધ બાદ 7 ઓક્ટોબર 2023થી ઈઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. હમાસે ઇઝરાયેલ પર 5000 રોકેટ છોડ્યા બાદ ઈઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુએ યુદ્ધની જાહેરાત કરી હતી, જે હજુ પણ ચાલુ છે. ત્યાર બાદ ઈઝરાયેલે પણ સતત બોમ્બમારો કરીને ગાઝા શહેરને ખંડેર બનાવી દીધું છે. પેલેસ્ટાઈનના સમર્થનમાં દુનિયાભરમાં દેખાવો થઈ રહ્યા છે. ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વિરુદ્ધ લંડન અને અમેરિકામાં પણ લોકોએ રેલીઓ કાઢી છે.. ઇઝરાયેલમાં હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલાની સમગ્ર વિશ્વએ નિંદા કરી હતી. અમેરિકાએ તો હમાસને અલ-કાયદા કરતા પણ ખરાબ ગણાવ્યું હતું. તો બીજી તરફ ઈઝરાયેલનો પણ હવે વિરોધ થઈ રહ્યો છે. લંડન, ફ્રાન્સ, મલેશિયા, તુર્કી અને વિશ્વના અન્ય દેશોમાં હજારો લોકોએ પેલેસ્ટાઇનના સમર્થનમાં રેલી કાઢી હતી અને ઇઝરાયેલને યુદ્ધવિરામની માંગ કરી હતી. બ્રિટનના માન્ચેસ્ટર, ગ્લાસગો અને બેલફાસ્ટમાં યુદ્ધવિરામની માંગ સાથે દેખાવો થયા હતા.. આ ઉપરાંત વિશ્વના અન્ય દેશોમાં પણ યુદ્ધવિરામની માગ સાથે રેલીઓ યોજવામાં આવી રહી છે, જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાઈ રહ્યા છે. બ્રિટનની રાજધાની લંડનમાં પેલેસ્ટાઈનના સમર્થનમાં રેલી કાઢવામાં આવી હતી. ગાઝામાં ઈઝરાયેલના હુમલાને રોકવા માટે આ પ્રદર્શનો થઈ રહ્યા છે. લંડનમાં દસ હજાર લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે.. ઈઝરાયેલ-હમાસ યુદ્ધ વચ્ચે લંડનમાં યુદ્ધ બંધ કરોના લોકો દ્વારા નારા લગાવવામાં આવ્યા હતા. લંડનમાં ‘માર્ચ ફોર પેલેસ્ટાઈન’માં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. અત્યાર સુધી લંડન પોલીસે હેટ ક્રાઈમના આરોપસર નવ લોકોની ધરપકડ કરી છે. પ્રદર્શનમાં લોકોએ પ્લેકાર્ડ પર લખ્યું હતું કે ‘નરસંહાર બંધ થવો જોઈએ’.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here