Home ગુજરાત વડોદરામાં નિર્માણધીન ઇમારતની દિવાલ ધસી પડી, ૪ શ્રમિક દટાયા, ફાયર બ્રિગેડની ટીમ...

વડોદરામાં નિર્માણધીન ઇમારતની દિવાલ ધસી પડી, ૪ શ્રમિક દટાયા, ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી,કાટમાળ હટાવાયો

45
0

હાલમાં ચોમાસાના સમયમાં ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદી માહોલ છે. જાે કે વરસાદી માહોલના કારણે કન્સ્ટ્રકશન સાઇટ પર માટી ધસી જવાની ઘટનાઓ બની રહી છે. આવી જ એક ઘટના વડોદરામાં પણ બની છે. વડોદરામાં નટુભાઈ સર્કલ નજીક નિર્માણધીન ઇમારતની દિવાલ ધસી પડી હતી. આ દિવાલની માટી નીચે ધસી પડતા ૪ શ્રમિક દટાયા છે. આદર્શ હોસ્પિટલ નજીક એક કન્સ્ટ્રકશન સાઇટમાં કામ ચાલી રહ્યુ હતુ જેમાં આ ઘટના બની હતી. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઇ છે અને દટાયેલા શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી ચાલી રહી છે. વરસાદના કારણે અચાનક માટી ધસી જતાં ૪ શ્રમિકો દટાઇ ગયા હોવાની માહિતી મળી રહી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જાેઇ શકાય છે કે અચાનક જ માટીનો એક ભાગ ધસીને શ્રમિકો પર પડે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here