Home ગુજરાત વિસનગરમાં વરલી મટકાના જુગારધામ પર SMC ના દરોડા, 10 શખ્સો રંગેહાથ ઝડપાયા

વિસનગરમાં વરલી મટકાના જુગારધામ પર SMC ના દરોડા, 10 શખ્સો રંગેહાથ ઝડપાયા

65
0

મહેસાણા ના વિસનગર સહેર મા ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે બાતમી આધારે વરલી મટકા ના જુગાર ધામ પર દરોડા પાડી 10 જુગારીને સ્થળ પરથી જ ઝડપી લીધા હતા ત્યારે એક આરોપી ને ઝડપવા તજવીજ આદરી છે વિસનગર માં આવેલ સરકારી પ્રાથમિક શાળા ન 3 પાસે ખુલ્લા વરલી મટકાનો જુગાર ચાલતો હતો. ત્યારે રેડ દરમિયાન 1.49 લાખથી વધુનો મુદ્દામાલ ટીમે ઝડપી વધુ તપાસ આદરી છે.

મહેસાણા જિલ્લામાં આવેલા વિસનગર શહેર મા ઠાકોર સુરેશજી પોપટ જી વિસનગર આથમનો વાસ ઠાકોર વાસ સરકારી પ્રાથમિક શાળા ન 3 નજીક ખુલ્લા માં વરલી મટકા નો જુગાર રમાડી રહ્યા હોવાની બાતમી ગાંધીનગર સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમને મળતા ટીમે દરોડો પાડતા જુગારીઓમાં ભાગડોળ મચી જવા પામી હતી

ત્યારે રેડ દરમિયાન કુલ 10 જુગારી ઝડપાઇ ગયા હતા સમગ્ર રેડ દરમિયાન તપાસ કરતા પોલીસે સ્થળ પરથી 63,710 રોકડા,7 ફોન કિંમત 26,000, વાહન 3 કિંમત 60,000, મળી કુલ 1 લાખ 49 હજાર 710 નો મુદ્દામાલ ઝપ્ત કરી 11 વિરુદ્ધ વિસનગર પોલીસ મથક માં ગુન્હો દાખલ કરાવ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here