આગામી તારીખ 10 નવેમ્બર 2023ના રોજ નવા આઠ શ્રમિક અન્નપૂર્ણા ભોજન વિતરણ કેન્દ્રનું પ્રારંભ કરવામાં આવશે. આ અંગે ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ ગાંધીનગરના નીરીક્ષકશ્રીની યાદીમાં જણાવ્યા અનુસાર જીલ્લા કક્ષાએ માણસા ખાતે ગૃહ મંત્રીશ્રી હર્ષ સંઘવીના હસ્તે બાંધકામ શ્રમયોગીઓને પૌષ્ટિક ભોજન વિતરણ કરી કેન્દ્રની શરૂઆત કરવામાં આવશે.
હાલમાં કુલ-૪ શ્રમિક અન્નપુર્ણા ભોજન વિતરણ કેન્દ્ર કાર્યરતછે,તથા નવા કુલ-૮ ભોજન વિતરણ કેન્દ્રનો શુભારંભ તા.૧૦/૧૧/૨૦૨૩ નારોજ થશે,અનુક્રમે માણસા ખાતે વાવ દરવાજા બહાર,વાવ ચોક,વિજય ટાવર પાસે,અમદાવાદ મહેસાણા હાઇવે છત્રાલ બ્રિજ,GIDC રોડ-છત્રાલ ખાતે, તથા ચીલોડા સર્કલ અંડરબ્રિજ,એચ.પી પેટ્રોલપંપ પાસે-ચિલોડા તેમજ પેથાપુર ખાતે એસ.ટી.બસ સ્ટેશનની બાજુમાં પોલીસ સ્ટેશન,મહાનગર પાલિકાની સામે, તથા ગાંધીનગર ખાતે સેલ્ટર હોમ સેક્ટર- ૨૮,લગનવાડી સામે,દત્તમંદિર, આર્ય સમાજની વાડીની બાજુમાં,શાક માર્કેટ ની સામે,સેક્ટર- ૨૪, અને વાવોલમાં ઉવારસદ રોડ,ઇંડિયન ઓઇલ પેટ્રોલ પંપ ની બાજુમા, તથા સરગાસ ખાતે આનંદ હોસ્પિટલ સામે સરગાસણ ચોકડી અંડરબ્રીજની બાજુમાં ગાંધીનગર સરખેજ હાઈવે જેવા સ્થળો ઉપરના કડિયાનાકા ખાતે ભોજન વિતરણ કેન્દ્ર શરુ થશે.






