Home દેશ ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ અંતગર્ત નવા ૧૫૨ ભોજન વિતરણ કેન્દ્રનો મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર...

‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ અંતગર્ત નવા ૧૫૨ ભોજન વિતરણ કેન્દ્રનો મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે આગામી તા. ૧૦ નવેમ્બરે શુભારંભ કરાશે: દૈનિક અંદાજે ૫૦ હજારથી વધુ શ્રમિકોને ભોજનનો લાભ મળશે- પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ

50
0

ગાંધીનગર,
મુખ્યમંત્રી મંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે તેમજ મંત્રી‌મંડળના સભ્યો સહિત વિવિધ મહાનુભાવોની ઉપસ્થિતિમાં આગામી તા.૧૦ નવેમ્બર ૨૦૨૩ના રોજ અમદાવાદ ખાતે આયોજિત રાજ્યકક્ષાના કાર્યક્રમમાં શ્રમિક અન્નપૂર્ણા યોજના હેઠળ નવા વધુ કુલ-૧૫૨ ભોજન વિતરણ કેન્દ્રનો શુભારંભ કરવામાં આવશે તેમ,પ્રવક્તા મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલે આજે ગાંધીનગર ખાતે મીડિયાને વિગતો આપતાં જણાવ્યું હતું.
પ્રવક્તા મંત્રી શ્રી પટેલે કહ્યું હતું કે, શ્રમ-રોજગાર વિભાગ હેઠળના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા જૂન-૨૦૧૭થી બાંધકામ શ્રમિકોને રૂ. ૫/- ના નજીવા દરે ગુણવત્તાસભર પૌષ્ટિક ભોજન આપતી ‘શ્રમિક અન્નપૂર્ણા યોજના’ કાર્યરત છે.આ યોજના હેઠળ શ્રમિકોને ભોજનમાં કઠોળ, શાક, રોટલી,ગોળ, અથાણું, મીઠાઈમાં એકવાર સુખડી, શીરો વગેરે તેમજ ભાત પીરસવામાં આવે છે.શ્રમિક અન્નપૂર્ણા યોજના અંતર્ગત મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા વર્ષ-૨૦૨૨માં અમદાવાદ અને ગાંધીનગર ખાતે કુલ-૨૨ કડીયાનાકા પર ભોજન વિતરણ કેન્દ્રોનો શુભારંભ કરવામાં આવ્યો હતો. હાલમાં શ્રમિકો માટે રાજ્યભરમાં ૧૧૮ ભોજન વિતરણ કેન્દ્રો કડીયાનાકા પર કાર્યરત છે. આ યોજના હેઠળ છેલ્લા એક વર્ષમાં ઓક્ટોબર ૨૦૨૩ સુધીમાં ૫૨ લાખથી વધુ શ્રમિક લાભાર્થીઓએ પૌષ્ટિક ભોજનનો લાભ લીધો છે જે અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩ અને વર્ષ ૨૦૨૩-૨૪માં કુલ રૂ. ૨૩ કરોડથી વધુનો ખર્ચ થયો છે. મંત્રીશ્રીએ કહ્યું હતું કે,આગામી સમયમાં શરૂ થનાર નવા ભોજન વિતરણ કેન્દ્રોમાં સૌથી વધુ અમદાવાદ જિલ્લામાં,સુરત-૨૨,જામનગર-૧૦,વડોદરા-૯, ગાંધીનગર- ૮,પાટણ-૭,નવસારી અને મોરબીમાં ૬-૬, બનાસકાંઠા અને રાજકોટમાં ૫-૫,વલસાડ,આણંદ,ખેડા, સાબરકાંઠા અને મહેસાણામાં ૪-૪, ભરૂચ -૩ તેમજ ભાવનગરમાં- ૨ એમ કુલ -૧૫૨નો સમાવેશ થાય છે. જેનો દૈનિક ૫૦ હજાર કરતાં વધુ બાંધકામ શ્રમિકોને લાભ મળશે તેમ, પ્રવક્તા મંત્રી શ્રીએ વિગતો આપતાં કહ્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here