સની દેઓલના લાડકા દીકરા કરણ દેઓલ આજે પોતાની લેડી લવ દ્રિશા આચાર્ય સાથે લગ્નના બંધને બંધાવા જઈ રહ્યો છે. કરણ પોતાની દુલ્હનિયાને લેવા સજી ધજીને ઘોડી પર ચડીને નીકળ્યો હતો. કરણના લગ્ન સાથે જાેડાયેલી દરેક અપડેટ જાેવા અમારી સાથે જાેડાયેલા રહો. કરણ અને દ્રિશાના લગ્નના ઈનસાઈડ વીડિયો સામે આવ્યા છે. વીડિયોમાં કરણની દુલ્હન નાચતા નાચતા મસ્તીભર્યા અંદાજમાં મંડપમાં એન્ટ્રી લેતા ખુશ દેખાઈ રહી છે. દ્રિશાના ચહેરાની ખુશી બતાવે છે કે, દેઓલ પરિવારની વહુ બનીને તે કેટલી વધારે ખુશ છે. કરણ દેઓલની દુલ્હન દ્રિશા આચાર્યની પ્રથમ તસ્વીર સામે આવી ગઈ છે. લાલ લહેંગામાં દુલ્હન બનેલી દ્રિશા ખુબ જ સુંદર લાગી રહી છે. લગ્નની વાયરલ તસ્વીરમાં દ્રિશા અને કરણ મંડપ પર બેઠેલા દેખાઈ રહ્યા છે. કરણ અને દ્રિશા એક બીજા સાથે મેડ ફોર ઈચ અદર લાગી રહ્યા છે. સનીનો લાડકો દીકરો કરણની જાન નીકળી ચુકી છે. વરરાજાે બનીને કરણ ખૂબ જ રાજકુંવર જેવો લાગી રહ્યો છે. ક્રીમ કલરની શેરવાની અને મેચિંગ પાઘડીમાં કરણ દેઓલ કોઈ રાજકુંવરથી જરાંયે ઉતરતો નથી. આખું દેઓલ પરિવાર કરણ દેઓલના લગ્નમાં નીકળી ચુક્યા છે. પૌત્રના લગ્નમાં સામેલ થવા માટે દાદા ધર્મેન્દ્ર પણ પહોંચી ચુક્યા છે. બ્રાઉન સૂટ અને માથે પાઘડી બાંધી ધર્મેન્દ્રનો પણ અલગ વટ પડે છે.






