Home મનોરંજન સની લિયોનીએ કર્યુ કાન્સ ડેબ્યૂ, સ્ટાઇલિશ અવતારમાં રેડ કાર્પેટ પર એન્ટ્રી લીધી

સની લિયોનીએ કર્યુ કાન્સ ડેબ્યૂ, સ્ટાઇલિશ અવતારમાં રેડ કાર્પેટ પર એન્ટ્રી લીધી

106
0

આજકાલ ફિલ્મી ગલીઓમાં ચારેતરફ કાન્સ (ઝ્રટ્ઠહહીજ ૨૦૨૩) ફિલ્મ ફેસ્ટિવલને લઇને ચર્ચાઓ છે. આ ઇવેન્ટ પર ઘણા ઇન્ટરનેશનલ સ્ટાર્સ પોતાના સ્ટાઇલિશ અવતારમાં રેડ કાર્પેટ પર એન્ટ્રી લેતા અને ફોટોશૂટ કરાવતા જાેવા મળી રહી છે. આ વર્ષ બોલિવૂડ માટે ખૂબ જ ખાસ છે કારણ કે આ વખતે ઘણી એક્ટ્રેસીસે કાન્સ પર ડેબ્યૂ કર્યુ છે, જેમાંથી એક સની લિયોની પણ છે. સનીએ હાલમાં જ પોતાના ડેબ્યૂની પહેલી ઝલક સોશિયલ મીડિયા એકાઉન્ટ પર શેર કરી છે, જેમાં તે સ્ટાઇલિશ હાઇ સ્લિટ ડ્રેસ પહેરીને જાેવા મળી રહી છે. સનીના નવા ફોટોઝ જાેઇને ફેન્સ તેના લુક પર ક્રેઝી થતાં જાેવા મળી રહ્યાં છે. કાન્સથી સની લિયોનીએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે ગ્રીન કલરના સ્લિટ ડ્રેસમાં જાેવા મળી રહી છે. આ ડ્રેસમાં સની દરિયા કિનારે ઉભી રહીને પોઝ આપતી જાેવા મળી રહી છે. સનીનો આ લુક ફેન્સને ખૂબ જ પસંદ આવી રહ્યો છે. આ તસવીરો સાથે સનીએ જણાવ્યું કે તેનો પહેલો દિવસ કેવો રહ્યો. સનીએ કહ્યું કે કાન્સમાં ફર્સ્ટ ડે ઇન્ટરવ્યુ કરતાં પસાર થયો. જણાવી દઇએ કે સનીએ આ ડ્રેસ પણ કાન્સ સાથે જાેડાયેલા ઇન્ટરવ્યુ માટે જ પહેર્યો હતો. તેના રેડ કાર્પેટ ડ્રેસની તસવીરો આવવાની હજુ બાકી છે. સની લિયોનીની આ તસવીરો હાલ ખૂબ જ વાયરલ થઇ રહી છે. સની આ ગ્રીન ડ્રેસમાં એકદમ ખૂબસૂરત લાગી રહી છે, આ જ કારણ છે કે ફેન્સ તેના વખાણ કરતાં થાકતા નથી. આ ફોટોઝ પર મળી રહેલી કોમેન્ટ્‌સ જાેઇએ તો એક યુઝરે લખ્યું, આ થઇ ને વાત, હવે કાન્સમાં આગ લાગશે. અન્ય એક યુઝરે લખ્યું, બોલિવૂડની બાર્બી ડોલ. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સની લિયોન અને તેના પતિ ડેનિયલ વેબરે તુર્કી-સીરિયામાં ભૂકંપ પીડિતો માટે મદદનો હાથ લંબાવ્યો છે. જેના માટે કપલ તેમની કમાણીમાંથી ૧૦% રકમ દાન કરશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here