અમરેલી જિલ્લામાં આવેલ સાવરકુંડલા શહેરમાં મોડી રાતે મહુવા રોડ ઉપર આવેલ ફટાકડાના ગોડાઉનમાં અચાનક શોર્ટ સર્કિટ અથવા તો કોઈ કારણો સર આગ લાગવાની ઘટના બનતા જોત જોતામાં આખુ ગોડાઉન ભડ ભડ સળગી ઉઠતા અફડા તફડી સર્જાય હતી અને આકાશમા રોશની જેવો માહોલ સર્જાયો હતો જોકે વિકરાળ આગ સ્વરૂપ ધારણ થાય તે પહેલાં જ સાવરકુંડલા ફાયર ફાઈટરની ટીમો દોડી આવી હતી અને આગ ઉપર સતત પાણીનો મારો લગાવી મહામુસીબતે આગ કંટ્રોલ કરતા મોટી જાન હાનિ અટકી હતી જોકે આ ઘટનામાં પોલીસ પણ દોડી આવી હતી અને સમગ્ર ઘટના અંગે પોલીસ તપાસ હાથ ધરવામાં આવી હતી ફટાકડા નુ ગોડાઉન હોવાને કારણે જોરદાર આકાશમાં ભડાકા થયા હતા જેના કારણે લોકો પણ આસપાસના જોવા ઉમટી પડ્યા હતા આગ સમગ્ર શહેરમાં ચર્ચાનું કેન્દ્ર રહી હતી.સમગ્ર ઘટના બાદ પોલીસ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે આગ શોર્ટ સર્કિટ અથવા તો કોઈ કારણોસર લાગી તેને લઈ પોલીસ તપાસ હાથ ધરવામાં આવી છે બીજી તરફ સમગ્ર ઘટનાને લઈ લોકો અને તંત્રમાં થોડીવાર આગ કંટ્રોલ કરવા માટે ભાગ દોડ મચી હતી.






