Home દેશ સિંગતેલના ભાવમાં રુપિયા ૬૦ અને કપાસિયા તેલના ભાવમાં રૂ.૩૦નો ઘટાડો

સિંગતેલના ભાવમાં રુપિયા ૬૦ અને કપાસિયા તેલના ભાવમાં રૂ.૩૦નો ઘટાડો

158
0

ગૃહિણીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સિંગતેલના ભાવમાં રુપિયા ૬૦નો ઘટાડો નોંધાયો છે. સિંગતેલના ૫ કિલોના ડબ્બાનો ભાવ રુ. ૨૭૧૦ પર પહોંચ્યો છે. જ્યારે કપાસિયા તેલના ભાવમાં રૂ.૩૦નો ઘટાડો થયો છે. કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂ.૧૬૫૦ પર પહોંચ્યો છે. સતત ભાવ વધારા બાદ હવે સિંગતેલ અને કપાસિયા તેલના ભાવમાં ઘટાડો થયો છે. એક જ દિવસમાં તેલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. બજારમાં તેલની માગમાં ઘટાડો નોંધાતા ખરીદી ઓછી થઇ છે અને લોકોએ તેલની ખરીદી ઓછી કરતા ભાવમાં પણ ઘટાડો થયો છે. ગત વર્ષે પણ આ સિઝનમાં સિંગતેલ અને કપાસિયા તેલના ભાવ સરખાં હતા. જ્યારે આ વર્ષે કપાસિયા તેલ કરતાં સિંગતેલના ભાવમાં એક હજાર રૂપિયાનો વધારો થયો છે.  સતત ભાવ વધારા બાદ હવે સિંગતેલના અને કપાસિયા તેલ ભાવમાં ઘટાડો થયો છે.વર્ષ ૨૦૨૩માં ગૃહિણીઓને ખાદ્ય તેલના ભાવોમાં સતત વધારાનો સામનો કરતો રહેવુ પડ્યુ છે. જાે કે હવે ગૃહિણી માટે સારા સમાચાર સામે આવ્યા છે. પહેલીવાર એવુ બન્યુ છે કે વર્ષ ૨૦૨૩માં સિંગતેલના ભાવમાં ઘટાડો નોંધાયો છે. સિંગતેલમાં એક દિવસમાં ૬૦ રૂપિયાનો ઘટાડો થયો છે. તો કપાસિયા તેલના ભાવમાં રૂ.૩૦નો ઘટાડો થયો છે. સિંગતેલના ૧૫ કિલોના ડબ્બાનો ભાવ રુ. ૨૭૧૦ પર પહોંચ્યો છે. તો કપાસિયા તેલના ડબ્બાનો ભાવ રૂ.૧૬૫૦ પર પહોંચ્યો છે. બજારમાં મંદી અને સાથે જ અન્ય તેલીબિયાના ભાવમાં ઘટાડો થયા હોવાના કારણે વેપારીઓએ તેલના ભાવમાં ઘટાડો થયો હોવાનું સામે આવ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here