Home દેશ સીએમ અરવિંદ કેજરીવાલના બંગલાના રિનોવેશન પાછળ ૫૨ કરોડનો ખર્ચ

સીએમ અરવિંદ કેજરીવાલના બંગલાના રિનોવેશન પાછળ ૫૨ કરોડનો ખર્ચ

124
0

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સત્તાવાર નિવાસસ્થાનના નવીનીકરણનો મામલો અને તેના પર ખર્ચવામાં આવેલી રકમ ફરી એકવાર ચર્ચામાં આવી છે. દિલ્હી સરકારના તકેદારી વિભાગ દ્વારા લેફ્ટનન્ટ ગવર્નર વીકે સક્સેનાને સુપરત કરવામાં આવેલા રિપોર્ટ અનુસાર, મુખ્યમંત્રીના સત્તાવાર નિવાસસ્થાનના નવીનીકરણ પર ૫૨.૭૧ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. ગુરુવારે સરકારી સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ, વિજિલન્સ વિભાગે પીડબલ્યુડી વિભાગ પાસેથી મળેલા રેકોર્ડ અનુસાર તેનો રિપોર્ટ તૈયાર કર્યો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે રૂ. ૫૨.૭૧ કરોડમાંથી રૂ. ૩૩.૪૯ કરોડ ઘરના રિનોવેશન પર અને રૂ. ૧૯.૨૨ કરોડ મુખ્યમંત્રીની કેમ્પ ઓફિસ પર ખર્ચવામાં આવ્યા છે. આ અહેવાલ સામે આવ્યા પછી, આમ આદમી પાર્ટીએ ભાજપ પર જાેરદાર નિશાન સાધ્યું છે. છછઁનું કહેવું છે કે ૯ વર્ષથી સતત સીએમ અરવિંદ કેજરીવાલની ઈમેજ ખરાબ કરવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે, જ્યારે બીજેપી આમાં સફળ ન થઈ શકી, હવે તેણે સીએમના નિવાસસ્થાનને નિશાન બનાવ્યું છે. પક્ષ દ્વારા જારી કરાયેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તકેદારી વિભાગ દ્વારા રજૂ કરાયેલા રિપોર્ટમાં ક્યાંય પણ એવું લખવામાં આવ્યું નથી કે કોઈ ગુનો આચરવામાં આવ્યો છે. આ પ્રથમ વખત છે જ્યારે મુખ્યમંત્રી માટે સત્તાવાર રહેણાંક સંકુલ બનાવવામાં આવ્યું છે, જેમાં મુખ્યમંત્રીનું નિવાસસ્થાન, એક કાર્યાલય સચિવાલય, એક ઓડિટોરિયમ અને સ્ટાફ ક્વાર્ટર્સનો સમાવેશ થાય છે. તકેદારી દ્વારા રજૂ કરાયેલા અહેવાલમાં જણાવાયું છે કે ૨૦૨૦ માં, તત્કાલિન પીડબલ્યુડી મંત્રીએ ૨૪ લોકોની ક્ષમતાવાળા ડ્રોઇંગ રૂમ, બે મીટિંગ રૂમ અને એક ડાઇનિંગ રૂમ સહિત અનેક રૂમ ઉમેરીને મુખ્યમંત્રી નિવાસસ્થાનને અપગ્રેડ કરવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. આ સાથે જ, ઁઉડ્ઢએ ૬ ફ્લેગ રોડ ખાતેના મુખ્યમંત્રી નિવાસનું માળખું ૧૯૪૨-૪૩માં બાંધવામાં આવ્યું હતું અને તેની મુદત પણ ૧૯૯૭માં પૂર્ણ થઈ હોવાના આધારે તોડી પાડવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. પીડબલ્યુડીએ મુખ્યમંત્રીના આવાસમાં વધારાના બાંધકામ અને નવીનીકરણની ભલામણ કરી હતી. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે નિવાસસ્થાનનું નિર્માણ કાર્ય પૂર્ણ થયા બાદ મુખ્યમંત્રી અને તેમનો પરિવાર નવા બંગલામાં શિફ્ટ થઈ શકે છે અને હાલના બંગલાને તોડી પાડવામાં આવી શકે છે. રિપોર્ટ અનુસાર, ઁઉડ્ઢએ આ સમગ્ર રિનોવેશન પાછળ ૧૫ થી ૨૦ કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો અંદાજ લગાવ્યો હતો. જેમાં ૨૦૨૦ના રોજ આશરે રૂ.૮ કરોડનું પ્રથમ ટેન્ડર આપવામાં આવ્યું હતું, જાેકે નવા મકાનના બાંધકામ અંગે કોઈ ઉલ્લેખ નહોતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here