Home અન્ય અભિનેતા મેથ્યુ પેરીનું નિધન, તેમના બાથટબમાંથી મૃતદેહ મળ્યો

અભિનેતા મેથ્યુ પેરીનું નિધન, તેમના બાથટબમાંથી મૃતદેહ મળ્યો

72
0

મસ વેબ સિરીઝ ‘ફ્રેન્ડ્સ’ના ચાહકો મોટી સંખ્યામાં છે. આ વેબ સિરીઝ લોકો કંટાળ્યા વગર અનેક વખત જોઈ ચૂક્યા છે. ત્યારે ફેન્ડસમાં જોવા મળેલું દરેક પાત્ર લોકોના દિલમાં છે. પરંતુ આવ વચ્ચે આ સિરીઝના ચાહકો માટે એક ખરાબ સમાચાર સામે આવ્યા છે. ‘ફ્રેન્ડ્સ’ ચેન્ડલર બિંગનું પાત્ર નિભાવનાર અભિનેતા મેથ્યુ પેરીનું નિધન થયું છે. આ સમાચારથી લાખો ચાહકોને આધાત લાગ્યો છે. મેથ્યુ પેરીએ અંદાજે 54 વર્ષની ઉંમરમાં આ દુનિયાને છોડી દીધી છે. માહિતી અનુસાર મેથ્યુ પેરીનો મૃતદેહ લોસ એન્જિલ્સ સ્થિત તેના ઘરના બાથટબમાંથી મળી આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે, અભિનેતાનું મૃત્યું હોટબાથ ટબમાં ડુબવાથી થયું છે. સોશિયલ મીડિયા પર મેથ્યુ પરીના મૃત્યુના સમાચાર ફેલાય રહ્યા છે.એક રિપોર્ટની વાત માનીએ તો મેથ્યુ પેરીએ પોતાના કરિયર દરમિયાન નશાની લતથી ખુબ પરેશાન હતા. આ વાતનો ખુલાસો તેમણે ફેન્ડસ, લવર્સ એન્ડ ધ બિગ ટેરિબલ થિંગ દરમિયાન કર્યો હતો.. પોતાના જુના ઈન્ટરવ્યુમાં પેરીએ જણાવ્યું કે, તેમણે પોતાની લાઈફ શાનદાર રીતે જીવી છે સાથે અનેક મુશ્કેલીઓનો પણ સામનો કર્યો છે. મેથ્યુ પેરીએ વર્ષ 1097માં પોતાનું ટીવી ડેબ્યુ કર્યું હતુ. 240-રોબર્ટના એક એપિસોડમાં તેમણે એક્ટિંગ કરી હતી. ત્યારબાદ તેમણે એક બાદ એક અનેક શોમાં કામ કર્યું હતુ. જેમાં નૉટ નેસેસરીલી ધ ન્યુઝ, સિલ્વર સ્પૂન્સ, ચાર્લ્સ ઈન ચાર્જ, હાઈવે ટુ હેવન અને જસ્ટ ધ ટેન ઓફ અસમાં પણ જોવા મળી ચૂક્યો છે. મેથ્યુનો જન્મ 19 ઓગસ્ટ 1969ના રોજ વિલિયમ્સટાઉનમાં થયો હતો. મેથ્યુ એક વર્ષના હતા ત્યારે તેમના માતા-પિતાનું નિધન થયું હતુ. હવે અભિનેતા મેથ્યુએ પણ દુનિયાને અલવિદા કહી દીધું છે.ફેમસ વેબ સિરીઝ ‘ફ્રેન્ડ્સ’ 22 સપ્ટેબર 1994ના રોજ શુરુ થઈ હતી તેનો છેલ્લો એપિસોડ 6 મે 2004ના રોજ ટેલીકાસ્ટ થયો હતો. ફેમસ વેબ સિરીઝ ‘ફ્રેન્ડ્સ’ના કુલ 236 એપિસોડની સાથે 10 સિઝન ટેલીકાસ્ટ કરવામાં આવી હતી. જેને લોકોએ ખુબ પસંદ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here