અમદાવાદઃ શહેરના હાટકેશ્વર બ્રિજને ઉતારી લેવાનો ર્નિણય કરતાં બ્રિજ બનાવવા માટે કેવી રીતે બ્રિજ બનાવવામાં ગેરરિતી અચારવામાં આવે છે તે સામે આવી ગયું છે. અમદાવાદ મહાનગરપાલિકાનાં કેટલાંક અધિકારીઓને કારણે અમદાવાદીના ટેક્સમાંથી બનાવેલાં ૪૫ કરોડ રૂપિયા પળવારમા સ્વાહા થઈ જશે. હાટકેશ્વર બ્રિજ ઉતારી પાડવા મામલે કોઈને જીવ ન જાય એ કારણ આગળ મુકીને બ્રિજ ઉતારવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. બ્રિજની નજીક જેનાં ધંધા રોજગાર છે તે ખખડધજ બ્રિજને કારણે છેલ્લાં ઘણાં સમયથી પરેશાન હતાં. એવામાં વધુ એક બ્રિજનો વિવાદ સામે આવ્યો છે. અમદાવાદના પ્રગતિનગર વિસ્તારમાં આવેલાં પલ્લવ બ્રિજની કામગીરી ૩૦ ટકા પુર્ણ થઈ ચુકી છે. પરંતુ આ બ્રિજની કામગીરી છેલ્લાં ૧ મહિનાથી બંધ છે. આ બ્રિજનો કોન્ટ્રાક્ટ ૧૦૪ કરોડના ખર્ચે બ્રિજ બનાવવાનો કોન્ટ્રાક્ટ વર્ષ ૨૦૨૧માં અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડને આપવામાં આવ્યો હતો. આ બ્રિજ બનાવવાની કામગીરી હાલમાં ચાલી રહી હતી. ૩૦ ટકા બ્રિજ બનવાની કામગીરી હાલ પૂરતી પૂર્ણ થઈ ગઈ છે. હાટકેશ્વર બ્રિજમાં હલકી ગુણવત્તાનું બાંધકામ કર્યું હોવાનો ચાર ખાનગી એજન્સીઓના રિપોર્ટના આધારે હાટકેશ્વર બ્રિજને ઉપયોગ માટે બંધ કરવામાં આવ્યો હતો. જેથી અજય એન્જિનિયરિંગ ઇન્ટ્રસ્ટેકટર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા બનાવવામાં આવતા આ બ્રિજની કામગીરીને પણ બંધ કરી દેવામાં આવી હતી. અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરે જણાવ્યું હતું કે, પલ્લવ- પ્રગતિનગર બ્રિજ માટે હવે અન્ય કોન્ટ્રાકટર મારફતે કરાવી વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવશે. પ્રિન્સિપલ કોર્પોરેશનમાં જ્યારે કોઈપણ કોન્ટ્રાક્ટર સામે ક્રિમિનલ કેસ નોંધાય છે તો તેમની સામે કાર્યવાહી કરવામાં આવતી હોય છે ત્યારે હવે અજય એન્જિનિયરિંગ પ્રાઇવેટ લિમિટેડ ની સામે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. જેથી આ બ્રિજની કામગીરી હાલ અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કરવામાં આવશે નહીં. હાટકેશ્વર બ્રિજની ગુણવત્તા સામે સવાલ ઊભા થતા સાથે જ પલ્લવ બ્રિજની વિજિલન્સ ખાતા દ્વારા તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. બ્રિજના કોલમ ભરવાથી લઈને તેમાં વપરાતું મટિરિયલ વગેરેના સેમ્પલો પણ લેવામાં આવ્યા હતા. આ બ્રિજની કામગીરી પર ખાસ નજર વિજિલન્સ દ્વારા રાખવામાં આવી રહી હતી. બ્રિજના બનાવેલા કોલમ, બ્રિજના જાેઈન્ટ વગેરે જગ્યા ઉપરથી સેમ્પલો લઈ અને સરકારી લેબોરેટરીમાં ટેસ્ટિંગ માટે મોકલ્યા હતા. વિજિલન્સ ખાતાના અધિકારીઓ દ્વારા પણ આ બ્રિજની મુલાકાત લેવામાં આવી હોવાના પણ અહેવાલ મળી રહ્યા છે જેને કારણે કોન્ટ્રાક્ટરે બ્રિજની કામગીરી બંધ કરી હતી. પલ્લવ પ્રગતિનગર બ્રિજની કામગીરી મામલે કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા કામગીરી બંધ કરી દેવામાં આવી છે. કોન્ટ્રાક્ટર કંપનીને બે નોટિસ આપવામાં આવી છે. કોન્ટ્રાક્ટર દ્વારા આ રીતે બ્રિજની કામગીરી બંધ કરી દેવામાં આવતા તેની પાસે ખુલાસો માંગવામાં આવ્યો છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના સૂત્રોએ જણાવ્યું હતું કે, પલ્લવ પ્રગતિનગર બ્રિજની કામગીરી હોળીના તહેવાર બાદ બંધ કરી દેવામાં આવી છે અને આજદિન સુધી કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડ દ્વારા આ કામગીરીને શરૂ કરવામાં આવી નથી. કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ લિમિટેડ દ્વારા કામગીરી બંધ કરી દેવામાં આવતા મ્યુનિસિપલ કોર્પોરેશનના બ્રિજ પ્રોજેક્ટ વિભાગ બે નોટિસ ફટકારવામાં આવી છે છતાં પણ કોન્ટ્રાક્ટર દ્વારા આ કામગીરી શરૂ કરવામાં આવી નથી. જેને લઇ કોર્પોરેશન દ્વારા તેને મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સહિતના અધિકારીઓ સમક્ષ બોલાવી અને તેને ખુલાસો માંગવા માટે પણ જણાવ્યું છે છતાં પણ કોન્ટ્રાક્ટર હજી સુધી આ મામલે મળવા આવ્યા નથી. ત્યારે કોન્ટ્રાક્ટર અજય એન્જિનિયરિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રાઇવેટ લિમિટેડને બ્લેકલિસ્ટ કરવાની કાર્યવાહી કોર્પોરેશન હાથ ધરશે.
