Home દેશ અમદાવાદમાં ગિફ્ટ સિટી કરતા પણ વધુ ઉંચાઈ ધરાવતી બિલ્ડીંગનુ નિર્માણ થશે

અમદાવાદમાં ગિફ્ટ સિટી કરતા પણ વધુ ઉંચાઈ ધરાવતી બિલ્ડીંગનુ નિર્માણ થશે

88
0

ગાંધીનગર અને અમદાવાદમાં હવે ઉંચી બિલ્ડીંગો જોવા મળી રહી છે. પરંતુ હવે તમને વર્તમાનમાં જે છે એના કરતા પણ વધારે ઉંચી બિલ્ડીંગ જોવા મળી શકે છે. ઉંચી બિલ્ડીંગો જેતે શહેરની સુંદરતા અને રુઆબમાં પણ વધારો કરતી હોય છે. આવી ઉંચી બિલ્ડીંગોને નિર્માણ કરવી એ અસામાન્ય હોય છે અને તેમાં શરુ થનારી ઓફિસ પણ મોટા કારભાર ધરાવતી હોય છે. ગાંધીનગર મહાનગર પાલિકા દ્વારા હવે વિકાસ દિવસેને દિવસે વિસ્તારવા માટે સફળ પ્રયાસો કર્યા છે. જેમાં હવે એક સમાચાર એવા પણ મહાનગર પાલિકા તરફથી સામે આવી રહ્યા છે કે, ગિફ્ટ સિટી કરતા પણ વધુ ઉંચાઈ ધરાવતી બિલ્ડીંગનુ નિર્માણ થનારુ છે. આ માટેની મંજૂરીની પ્રક્રિયા મહાનગર પાલિકા સ્તરે પૂર્ણ કરવામાં આવી છે. હાલમાં ગાંધીનગર નજીક આવેલ ગિફ્ટ સિટીએ આકર્ષણના કેન્દ્ર સમાન છે. નિર્માણ કાર્યોમાં એક ઓળખ સમાન તરીકે ગિફ્ટ સિટીને જોવામાં આવે છે. અહીં આવેલ ટાવરમાં સૌથી ઉંચા ટાવરમાં 28 માળ આવેલ છે. ભારતના સૌ પ્રથમ સ્માર્ટ સિટીનુ નિર્માણ 886 એકર વિસ્તારમાં થયુ છે. અહીં ઉંચા અને સુંદર બિલ્ડીંગની સાથે સુવિધાઓ પણ આધુનિક રાખવામાં આવી છે. હવે વધુ એક આધુનિક સુવિધાઓ સાથે અમદાવાદને અડકીને આવેલ વિસ્તારમાં ઉંચુ બિલ્ડીંગ જોવા મળશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here