Home ગુજરાત અમદાવાદમાં પરિણીત શખસે યુવતીનો હાથ પકડી ધમકી આપી, યુવતીએ ફરિયાદ નોધાવી

અમદાવાદમાં પરિણીત શખસે યુવતીનો હાથ પકડી ધમકી આપી, યુવતીએ ફરિયાદ નોધાવી

79
0

અમદાવાદમાં ખાનગી કંપનીમાં નોકરી કરતી યુવતીને તેના પડોશમાં રહેતો પરિણીત યુવક અવારનવાર હેરાન કરતો હતો અને જબરજસ્તી સબંધ રાખવા દબાણ કરતો હતો જેથી યુવતીએ અગાઉ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી ત્યારબાદ આ યુવક યુવતીનો પીછો કરતો રહ્યો અને મોકો જોઈને યુવતીનો જાહેરમાં હાથ પકડીને અરજી પરત ખેંચવા કહેવા લાગ્યો તથા લગ્ન માટે પણ દબાણ કરવા લાગ્યો હતો જેથી યુવતીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવત પોલીસે તપાસ હાથ ધરી છે.  ગીતામંદિર પાસે રહેતી 25 વર્ષની યુવતી ખાનગી કંપનીમાં સેલ્સ ઓફિસર તરીકે નોકરી કરે છે.યુવતીની બાજુની સોસાયટીમાં 30 વર્ષનો પરિણીત યુવક રહે છે.

યુવક યુવતીના દૂરના સગામાં થાય છે.યુવક યુવતીને છેલ્લા 4 મહિનાથી હેરાન પરેશાન કરે છે.યુવતી વાતચીત ના કરતી હોવા છતાં યુવક એક તરફી પ્રેમમાં એક મહિના અગાઉ યુવતીની ઓફીસ પહોંચીને કહેવા લાગ્યો કે મારી સાથે લગ્ન કરવાની કેમ ના પાડે છે.યુવતી સાથે ઝગડો પણ કર્યો હતો જે મામલે યુવતીએ મણીનગર પોલીસ સ્ટેશનમાં યુવક વિરુદ્ધમાં અરજી આપી હતી તેમ છતાં યુવક યુવતીને લગ્ન કરવા હેરાન કરતો હતો..

યુવતી જ્યારે ઓફિસથી કામ પતાવીને પરત આવી રહી હતી ત્યારે સાંજે યુવતીની સોસાયટીની બહાર યુવક હાજર હતો.યુવકે જાહેરમાં યુવતીનો હાથ પકડી લીધો અને બીભત્સ ચેનચાળા કરવા લાગ્યો હતો.યુવકે યુવતીને કહ્યું કે તે અગાઉ મારા વિરૂદ્ધ અરજી કરી છે તે પરત ખેંચી લે નહિ તો તને અને તારા પરિવારને જાનથી મારી નાખીશ અને જો તું મારી જોડે લગ્ન કરવાની ના પાડીશ તો હું તમને બધાને જોઇ લઈશ આટલું કહી યુવક ગંદી ગાળો બોલવા લાગ્યો હતો જેથી યુવતી ઘરે ગઈ અને તેના પિતાને લઈને કાગડાપીઠ પોલીસ સ્ટેશન ગઈ હતી.યુવતીએ યુવક વિરુદ્ધ છેડતી અને ધાક ધમકીની ફરિયાદ નોંધાવી છે જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here