Home ગુજરાત અમદાવાદમાં પ્રેમી અને બહેનપણી સાથે મળી પતિની હત્યા કરી, કઠવાડામાં કૂવામાં લાશ...

અમદાવાદમાં પ્રેમી અને બહેનપણી સાથે મળી પતિની હત્યા કરી, કઠવાડામાં કૂવામાં લાશ ફેંકી

137
0

અમદાવાદના પૂર્વ વિસ્તારમાં પરિણીતાના પર પુરુષ સાથેના આડા સંબંધોમાં પતિની હત્યાનું કાવતરું રચીને હત્યાને અંજામ આપવામાં આવ્યો છે.પરિણીતાને પતિએ તેના પ્રેમી સાથે ઝડપી પાડતા પરિણીતાએ પ્રેમી સાથે મળીને પતિની હત્યાનું કાવતરું રચીને તેને મોતને ઘાટ ઉતારીને કૂવામાં ફેંકી દીધો હતો. મૃતકની પત્નીએ તે ગુમ થઈ ગયો હોય તે પ્રકારની વાત પોલીસને જણાવી હતી.પરિવારજનોએ તેના ગુમ થયાં અંગે પોલીસને જાણ કરતા પોલીસે તેની પત્ની અને તેની મિત્ર સહિત પ્રેમીની પૂછપરછ કરતા આ સમગ્ર મામલો હત્યાનો ખુલાસો થયો હતો.

આ બાબતે પોલીસને જાણ થતા પોલીસે વહુ તેમજ તેની બહેનપણી અને અન્ય એક વ્યક્તિ (જે પ્રેમી છે પરિણીતાનો)ને કૃષ્ણનગર પોલીસ સ્ટેશન બોલાવીને પૂછપરછ કરતા ત્રણેય જણાએ ભેગા મળીને ફરિયાદીના મૃતકને મારી નાખવા માટે કાવતરું ઘડીને પરણીતાનો પ્રેમી તેને કઠવાડા ખાતે આવેલ ખેતરમાં લઈ ગયો હતો અને ધારદાર ચપ્પુથી ગળાના ભાગે ઘા મારીને કઠવાડા ગામ ખાતે આવેલ રોહિત વાસના સામે ખેતરમાં આવેલા કુવામાં તેને મારીને નાખી દીધો હોવાની કબુલાત કરી હતી.

જેથી કૃષ્ણનગર પોલીસ અને પરિવારજનોએ તે જગ્યાએ જઈને તપાસ કરતાં ત્યાંથી કુવામાંથી પરિણિતાના પતિનો મૃતદેહ મળી આવ્યો હતો. જે બાદ આ સમગ્ર મામલે તેઓએ નિકોલ પોલીસ સ્ટેશન ખાતે મીરા તેની બહેનપણી ખુશી અને પરિણીતાના પ્રેમી સામે હત્યાની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here