અમદાવાદ એરપોર્ટથી ઈન્ડિગો એરલાઈન્સ દ્વારા દીવની અને જેસલમેરની ડેઇલી ડાઇરેક્ટ ફ્લાઈટ માટે બુકિંગ શરૂ કરી દેરવાયું છે. જોકે આ ફ્લાઇટમાં નવા સ્થળોનો ઉમેરો થવાથી પ્રવાસીઓને દિવના દરિયા કિનારાનો નજારો, ‘ગોલ્ડન સિટી’ જેસલમેરના આકર્ષણનો અનુભવ તેમજ મનમોહક ઐતિહાસિક સ્થળોની આનંદ માણી શકશે. ઈન્ડિગોએ આગ્રામાં પણ પોતાની સેવા ચાલુ કરી છે. જેના થકી પ્રવાસીઓ વિશ્વ વિખ્યાત અજાયબી તાજમહેલને નિહાળી શકશે. આ તમામ બાબતોને પરિણામે એર કનેક્ટીવીટી વધુ મજબૂત બનશે. સ્પાઈસજેટ દ્વારા પણ દૈનિક ચેન્નાઈની ફ્લાઈટ શરૂ કરવામાં આવી છે, જે અમદાવાદને પોર્ટ બ્લેર સાથે જોડી રહી છે. પ્રવાસીઓ તેનાથી પોર્ટ બ્લેરનાદરિયા કિનારાની મજા માણી શકશે. સ્પાઈસજેટને લઈને આંતરરાષ્ટ્રીય સ્થળોની વાત કરવામાં આવે તો, દુબઈની સીધી ફ્લાઈટ સપ્તાહિક સાતથી વધારીને નવ જેટલી કરવામાં આવી છે. આ પહેલ મુસાફરોને વાઇબ્રન્ટ મેટ્રોપોલીસનું આયોજન કરતી વેળાએ પસંદગીના વધુ વિકલ્પો ઉપલબ્ધ કરાવશે. આ શિયાળાની સિઝનમાં SVPIA પ્રવાસીઓ માટે આગામી નવા વર્ષના તહેવારોની રજાઓના આનંદને લઈ વિવિધ તકો પૂરી પાડી છે. જેનાથી સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય કનેક્ટિવિટી સાથે બિઝનેસ વર્ગના પ્રવાસીઓને લાભ થશે. 7 એરલાઇન્સ સાથે હવે SVPIA 39 સ્થાનિક અને 18 એરલાઇન્સ સાથે 15 આંતરરાષ્ટ્રીય સ્થળો સાથે કનેક્ટેડ છે. જેમાં જરૂરિયાતોને આધારે વિવિધ ગંતવ્યોમાં ફેરફાર કરી શકે છે.
