Home દેશ અમદાવાદ રિઝર્વ બેન્ક બહાર 2000ની નોટ બદલાવવા નાગરિકોની લાંબી કતારો લાગી વચેટિયાઓ...

અમદાવાદ રિઝર્વ બેન્ક બહાર 2000ની નોટ બદલાવવા નાગરિકોની લાંબી કતારો લાગી વચેટિયાઓ 20-30 ટકા કમિશન પર નોટો બદલી આપતાં હોવાનો લોકોનો આક્ષેપ

83
0

આમ તો બેંકમાં 2000ની નોટ બદલાવવાની મુદત પુરી થઈ ગઈ છે, પરંતુ અમદાવાદ રિઝર્વ બેન્ક બહાર નોટ બદલાવવા નાગરિકોની લાંબી કતારો લાગે છે. દિવાળીના તહેવાર પૂર્વે રિઝર્વ બેન્ક બહાર નોટ બદલાવવા એક હજારથી વધુ લોકોનો જમાવડો જોવા મળ્યો. લોકોનો આક્ષેપ છે કે વચેટિયાઓ 20-30 ટકા કમિશન પર નોટો બદલી આપે છે અને 3-3 દિવસ સુધી નોટ બદલાવવાનો વારો નથી આવતો. જેથી મધ્યમ વર્ગને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. બીજી તરફ લોકો દિવાળી સુધી સામાન્ય બેંકમાં પણ નોટો સ્વીકારવામાં આવે તેવી માગ કરી રહ્યા છે. મહત્વનું છે કે દરેક વ્યક્તિ પાસે 2 હજારના દરની 10-10 ચલણી નોટ જોવા મળી રહી છે, ત્યારે લોકો પાસે 2 હજાર રુપિયાની નોટ ક્યાંથી આવી તેને લઈને સવાલો ઉઠી રહ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here