FICCI દ્વારા અમદાવાદ સિવિલ હોસ્પિટલને રાષ્ટ્રીય સ્તરના બે હેલ્થકેર એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. આરેગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સિવિલ હોસ્પિટલની સમગ્ર ટીમને શુભેચ્છાઓ પાઠવી છે. સિવિલ હોસ્પિટલને Excellence in Patient Care & Safety કેટેગરી માં (દર્દીની શ્રેષ્ઠ સારવાર, સંભાળ અને સલામતી) માટે બાળરોગ સર્જરી વિભાગને બ્લેડર એક્સટ્રોફી સર્જરી માટે રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ એનાયત કરાયો છે. તેમજ Digital Transformation Initiative of the year ( વર્ષની સૌથી ઉત્તમ ડિજિટલ પરિવર્તન અંગેની પહેલ) કેટેગરીમાં સિવીલ હોસ્પિટલ દ્વારા અમલમાં મુકાયેલ ઓનલાઈન રેફરન્સ પોર્ટલ માટે એવોર્ડ એનાયત થયો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય આરોગ્ય સેવાઓ ઉત્તમથી સર્વોત્તમ બની રહી છે. રાષ્ટ્રીય સ્તરે પણ ગુજરાતની આરોગ્ય સેવા-સુવિધાઓની નોંધ લેવામાં આવી રહી છે. તારીખ ૨૬ ઓક્ટોબરે નવી દિલ્હી ખાતે યોજાયેલ ૧૫ માં FICCI હેલ્થકેર એક્સેલન્સ એવોર્ડ્સ 2023 કાર્યક્રમમાં ખ્યાતનામ અભિનેત્રી શર્મિલા ટાગોરના હસ્તે સી. કે. મિશ્રા, જ્યુરી-ચેર, આરોગ્ય અને પરિવાર નિયોજનના ભૂતપૂર્વ સચિવ,ભારત સરકાર, ડૉ. હર્ષ મહાજન, અધ્યક્ષ FICCI, અને ડૉ. સંજીવ સિંહ સહ-અધ્યક્ષ FICCIની હાજરીમાં અમદાવાદ સિવિલ હોસ્પિટલને રાષ્ટ્રીય સ્તરના બે હેલ્થકેર એવોર્ડ એનાયત કરવામાં આવ્યા છે. જેમાં Excellence in Patient Care & Safety કેટેગરી માં (દર્દીની શ્રેષ્ઠ સારવાર, સંભાળ અને સલામતી) માટે બાળરોગ સર્જરી વિભાગને બ્લેડર એક્સટ્રોફી સર્જરી માટે રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ અને Digital Transformation Initiative of the year ( વર્ષની સૌથી ઉત્તમ ડિજિટલ પરિવર્તન અંગેની પહેલ) કેટેગરીમાં સિવીલ હોસ્પિટલ દ્વારા અમલમાં મુકાયેલ ઓનલાઈન રેફરન્સ પોર્ટલ માટે એવોર્ડ એનાયત કરાયો છે. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે અમદાવાદ સિવિલ હોસ્પિટલના આ બહુમાનને બિરદાવીને સમગ્ર ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી. સૌથી નોંધનીય બાબત એ છે કે કુલ ૧૨ કેટેગરીમાં અન્ય તમામ સંસ્થાને માત્ર ૧ એવોર્ડ મળ્યો હતો, જ્યારે એક્માત્ર અમદાવાદની સિવિલ હોસ્પિટલને ૨ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવી છે. અમદાવાદ સિવિલ હોસ્પિટલના સુપ્રીટેન્ડન્ટ ડૉ રાકેશ જોશી અને તેમની ટીમ દ્વારા આ બહુમાન પ્રાપ્ત કરવામાં આવ્યું હતું.
