Home ગુજરાત આગામી ૨૯ અને ૩૦ મેએ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદમાં

આગામી ૨૯ અને ૩૦ મેએ બાબા ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદમાં

105
0

દેશભરમાં બહુ ઓછા સમયમાં લોકપ્રિય થયેલા બાબા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ધીરેન્દ્ર શાસ્ત્રી હવે અમદાવાદમાં દિવ્ય દરબાર ભરશે. માહિતી પ્રમાણે આગામી ૨૯ અને ૩૦ મેના દિવસે અમદાવાદમાં દિવ્ય દરબારનો કાર્યક્રમ યોજશે.માહિતી પ્રમાણે, બાગેશ્વર ધામના પીઠાધીશ્વર બાબા પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીનો દરબાર આગામી ૨૯ અને ૩૦ મેએ અમદાવાદમાં પણ યોજાશે. ખાસ વાત છે કે, સેક્ટર ૬ના અંબે માતાના મંદિરમાં ગયા વર્ષે પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ આજ સ્થાન પર દિવ્ય દરબાર યોજનાનો સંકલ્પ લીધો હોવાનો આયોજકોનો દાવો કરી રહ્યાં છે. ગયા વર્ષે જાન્યુઆરીમાં પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીએ અંબે માતા મંદિરના દર્શન કર્યા હતા. માહિતી પ્રમાણે, ૨૯ અને ૩૦ મેના દિવસે બાબા બાગેશ્વર ધીરેન્દ્ર શાસ્ત્રી અમદાવાદના ચાણક્યપુરીના સેક્ટર ૬ના ગ્રાઉન્ડમાં દિવ્ય દરબારનો કાર્યક્રમ યોજશે. ખાસ વાત છે કે, રાધિકા સેવા સમિતિ દ્વારા આયોજિત દિવ્ય દરબાર કાર્યક્રમના આયોજનની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. એસજી હાઇવે કારગિલ પેટ્રૉલ પંપ પાસે કાર્યક્રમના મોટા મોટા બેનરો પણ લાગી ગયા છે. આ બેનરોમાં ‘ના કોઈ ટોકન, ના કોઈ નબર’ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here