ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે લખનૌમાં વિશ્વકપ 2023 ની ટક્કર થઈ રહી છે. ઈંગ્લેન્ડના સુકાની જોસ બટલરે ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરી હતી. આમ ભારતીય ટીમ ટોસ હારીને બેટિંગ કરવા માટે મેદાને ઉતરી હતી. જોકે ભારતીય ટીમની બેટિંગ આજે ઠીક રહી હતી. સુકાની રોહિત શર્માએ અડધી સદી નોંધાવી હતી. સૂર્યાએ પણ શાનદાર રમત દર્શાવતા લક્ષ્ય 200 પ્લસ રાખી શકાયુ હતુ. ભારતે 50 ઓવરના અંતે 9 વિકેટ ગુમાવીને 229 રન નોંધાવ્યા હતા.. ટીમ ઈન્ડિયાએ સમયાંતરે લખનૌમાં વિકેટ ગુમાવવાને લઈ રનની ગતિ વધુ ધીમી થઈ ગઈ હતી. વિશ્વકપની વર્તમાન ટૂર્નામેન્ટમાં ભારતીય ટીમે અત્યાર સુધી જબરદસ્ત બેટિંગ દર્શાવી હતી. જોકે લખનૌમાં ઈંગ્લેન્ડ સામે ધીમી રમતને લઈ લક્ષ્ય 230 રન નોંધાવી શકાયુ હતુ. સૂર્યાએ પણ શાનદાર રમત દર્શાવતા આ લક્ષ્ય રાખી શકાયુ હતુ. જે લક્ષ્ય ભલે આસાન લાગી રહ્યુ હોય પરંતુ પીચના હિસાબથી લડત આપી શકાશે.. શરુઆતથી જ ભારતીય ટીમની રમત રવિવારે લખનૌમાં ઠીક જોવા મળી રહી હતી. ભારતે 50નો આંકડા પર પહોંચતા અગાઉ જ 3 મહત્વની વિકેટ ગુમાવી દીધી હતી. જેમાં શુભમન ગિલ, વિરાટ કોહલી અને શ્રેયસ અય્યરનો સમાવેશ થાય છે. ભારતીય ટીમની ઓપનિંગ જોડી માત્ર 26 રનની ભાગીદારી રમત નોંધાવીને તૂટી ગઈ હતી. જેમાં 13 બોલનો સામનો કરીને 9 રન નોંધાવી ગિલ ક્રીસ વોક્સના બોલ પર બોલ્ડ થઈને પરત ફર્યો હતો. જ્યારે વિરાટ કોહલી શૂન્ય રને જ વિકેટ ગુમાવી બેઠો હતો. કોહલીએ 9 બોલનો સામનો કરવા છતા ખાતુ ખોલી શક્યો નહોતો અને વીલીનો શિકાર થયો હતો.. શ્રેયસ અય્યરે પણ ધીમી રમત રમતા 16 બોલનો સામનો કરીને માત્ર 4 જ રન નોંધાવ્યા હતા. તે ક્રીસ વોક્સનો શિકાર થઈ પરત ફર્યો હતો. આમ ભારતે 40 રનના સ્કોર પર જ ત્રણ મહત્વની વિકેટ ગુમાવી દેતા દબાણ સર્જાઈ ગયુ હતુ. જોકે બાદમાં રોહિત શર્મા અને કેએલ રાહુલે રમતને સંભાળી હતી. બંને વચ્ચે 91 રનની ભાગીદારી રમત નોંધાઈ હતી. હિટમેન રોહિત શર્માએ શાનદાર 87 રનની રમત રમી હતી. હિટમેને 3 છગ્ગા અને 10 ચોગ્ગા ફટકાર્યા હતા. તે સદી તરફ આગળ વધી રહ્યો હતો અને આદીલ રશીદે તેને લિવિંગસ્ટનના હાથમાં કેચ ઝડપાવ્યો હતો.. એક સમયે ભારતીય ટીમની સ્થિતિ મુશ્કેલ બની રહી હતી. ત્યારે જ સૂર્યકુમાર યાદવે રમતને સંભાળી હતી. આ પહેલા કેએલ રાહુલે 39 રન નોંધાવ્યા હતા. તેણે 58 બોલનો સામનો કરીને સ્કોરબોર્ડ આગળ વધારવા માટે પ્રયાસ કર્યો હતો. સૂર્યાએ પણ પોતાની નેચરલ રમત જારી રાખતા બેટિંગ કરીને ટીમનો સ્કોર 200ને પાર કરાવ્યો હતો.
