Home દેશ એરીયા કચેરી 94 સફાઈ કામદારને મેયરશ્રી હિતેશભાઈ મકવાણાએ ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે કાયમી...

એરીયા કચેરી 94 સફાઈ કામદારને મેયરશ્રી હિતેશભાઈ મકવાણાએ ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે કાયમી નિમણૂક પત્ર આપ્યા

79
0

ગાંધીનગરમાં નોટીફાઇડ એરીયા કચેરી અસ્તિત્વમાં હતી તે સમયથી સફાઈ કામદાર તરીકે કામગીરી કરતા 94 સફાઈ કામદારને આજરોજ મેયરશ્રી હિતેશભાઈ મકવાણા એ ગાંધીનગર મહાનગરપાલિકા ખાતે કાયમી નિમણૂક પત્ર આપ્યા. આ સફાઈ કામદારોને રાજ્ય સરકારના ઉમદા નિર્ણયથી જે 12 વર્ષે પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ મળવા પાત્ર થાય તેની જગ્યાએ 10 વર્ષે પ્રથમ ઉચ્ચતર પગાર ધોરણ લાગુ કરવામાં આવેલ તેમજ ગાંધીનગર મહાનગરપાલિકાની સામાન્ય સભા દ્વારા હિન્દી પરીક્ષા પાસ કરવામાંથી મુક્તિનો નિર્ણય કરવામાં આવેલ છે.
આ અવસરે મેયરશ્રી એ જણાવ્યું હતું કે લોકોની સુવિધાઓની સાથે કર્મચારીઓના હિતમાં પણ હરહમેંશ કેન્દ્ર અને રાજ્ય સરકાર નિર્ણય કરે છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here