જમ્મુ યુનિવર્સિટી ખાતે આયોજિત ઓલ ઈન્ડિયા ઈન્ટર યુનિવર્સિટી ફેન્સિંગ પુરુષ અને મહિલા ચેમ્પિયનશિપ -2022-23 માં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, પાટણ ટીમે ભાગ લીધો હતો. જેમાં પુરુષોની ફોઇલ ફેન્સીંગ ટીમ સહિત 2 બ્રોન્ઝ મેળવી યુનિવર્સિટી નું નામ રોશન કર્યું છે જ્યારે સચિન પટણીએ વ્યક્તિગત ફોઇલ ફેન્સીંગ બ્રોન્ઝ મેળવ્યો હોવાનું યુનિવર્સિટી નાં શારિરીક શિક્ષણ નિયામક ડો ચિરાગ પટેલે જણાવ્યું હતું.
જમ્મુ યુનિવર્સિટી ખાતે આયોજિત ઓલ ઈન્ડિયા ઈન્ટર-યુનિવર્સિટી ફેન્સિંગ (પુરુષ અને મહિલા) ચેમ્પિયનશિપ 2022-23. આ ભવ્ય કાર્યક્રમમાં દેશભરની 100 યુનિવર્સિટીઓના 1000 થી વધુ ફેન્સર્સ ભાગ લીધો હતો જેમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી ની ટીમ સહિત વ્યક્તિગત ખેલાડી દ્વારા સુંદર દેખાવ કરવા બદલ યુનિવર્સિટી પરિવાર સહિત શારિરીક શિક્ષણ નિયામક ડો ચિરાગ પટેલ દ્વારા શુભેચ્છાઓ વ્યક્ત કરવામાં આવી હતી.
