Home ગુજરાત કચ્છમાં ઠંડીના સતત ત્રીજા સપ્તાહે 3ની તિવ્રતાના ત્રીજા ભૂકંપના આંચકાથી લોકો ધ્રુજી...

કચ્છમાં ઠંડીના સતત ત્રીજા સપ્તાહે 3ની તિવ્રતાના ત્રીજા ભૂકંપના આંચકાથી લોકો ધ્રુજી ઉઠ્યા

69
0

કચ્છમાં હાલ પડી રહેલી કાતિલ ઠંડીના વાતાવરણ વચ્ચે જમીનના પેટાળમાં થઈ રહેલી ક્રિયાથી વાગડ વિસ્તાર વધુ એક ભૂકંપના આંચકાથી ધ્રુજી ઉઠ્યો હતો. સાવરે 9.17 મિનિટે તાલુકા મથક ભચાઉથી 17 કિલોમીટર દૂર ઉત્તર દિશાએ 3ની તિવ્રતાનો આફ્ટરશોક ગાંધીનગર સ્થિત સિસમોલોજી કચેરી ખાતે નોંધાયો હતો. ભચાઉના નેર , કડોલ અને ખારોઈ ગામની વચ્ચે કેન્દ્રબિંદુ ધરાવતા આંચકાથી આસપાસના ગામના લોકો ધ્રુજી ઉઠ્યા હતા.

વર્ષ 2001ના ભૂકંપને તા.26ના 23 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે પરંતુ મહા ભૂંકપ બાદ અનુભવાતા આફ્ટરશોક લગાતાર હાજરી નોંધાવી રહ્યા છે અને વર્ષના પ્રારંભમાં અત્યાર સુધીમાં નોંધપાત્ર 3 આંચકા આવી ચુક્યા છે. કચ્છમાં સતત આવતા ધરતીકંપના આંચકા ચોક્કસ જમીનમાં થઈ ક્રિયાને દર્શાવતા રહે છે.

જોકે નાના-નાના આફ્ટરશોકથી મોટા ભૂકંપની સંભાવના ઘટાડી દેતા હોવાનું અગાઉ જાણકારો જણાવી ચુક્યા છે. તેમ છતાં ભૂંકપના આંચકા ક્યાંકને ક્યાંક લોકોને ઘડીભર માટે ચિંતાનો અનુભવ કરાવતા રહે છે. આજે આજ પ્રકારના વધુ એક આંચકાએ વાગડ વિસ્તારને ધ્રુજાવી મૂક્યું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here