કતારની અદાલતે જાસૂસી કેસમાં 8 ભૂતપૂર્વ નેવી જવાનોને મૃત્યુદંડની સજા સંભળાવી છે. આ અંગે ભારતીય વિદેશ મંત્રાલયે એક નિવેદન જારી કરીને કહ્યું છે કે અમને મૃત્યુદંડના નિર્ણયથી આશ્ચર્ય થયું છે અને અમે વિગતવાર આ સમગ્ર નિર્ણયની નકલની તેમના સુધી પહોંચે તેની રાહ જોઈ રહ્યા છીએ. મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, “અમે પરિવારના સભ્યો અને લીગલ ટીમના સતત સંપર્કમાં છીએ અને આ કેસને લઈ તમામ કાયદાકીય વિકલ્પો અંગે અમે તપસ કરી રહ્યા છીએ.” અમે આ બાબતને ખૂબ જ મહત્વપૂર્ણ માનીએ છીએ અને તેના પર જીણવટ ભરી નજર રાખી રહ્યા છીએ. તમામ કોન્સ્યુલર અને કાનૂની સહાય પૂરી પાડવાની પણ ખાતરી આપવામાં આવી હતી. વિદેશ મંત્રાલયે એક નિવેદન જાહેર કરીને કહ્યું કે આ આઠ લોકો કતાર સ્થિત અલ દહરા કંપનીમાં કામ કરતાં હતા. વાસ્તવમાં, આ આઠ ભારતીયો ગયા વર્ષે ઓક્ટોબર 2022થી કતારમાં કેદ છે. કતાર પ્રશાસને એપ્રિલમાં દાવો કર્યો હતો કે તેની પાસે ઈઝરાયેલ માટે જાસૂસીના પુરાવા પણ છે. આ ઈલેક્ટ્રોનિક ઉપકરણોમાંથી મળી આવ્યા છે. જોકે, મરીન દ્વારા આ આરોપોને સંપૂર્ણપણે ફગાવી દેવામાં આવ્યા છે. ભારત સરકારે આ મામલે હસ્તક્ષેપ કર્યો હતો અને મે મહિનાથી મરીનનો સંપર્ક કરવાની પરવાનગી આપવામાં આવી હતી. ત્યારથી ભારત સરકાર ભૂતપૂર્વ મરીનને કાનૂની સેવાઓ પણ પૂરી પાડતી હતી. આ ઉપરાંત દૂતાવાસના કર્મચારીઓની મદદથી પૂર્વ અધિકારીઓના પરિવારજનો સાથે પણ વાત કરવામાં આવી છે. હવે ફરી એકવાર વિદેશ મંત્રાલયે સંપૂર્ણ મદદની વાત કરી છે. કતારની કોર્ટના નિર્ણય બાદ વિદેશ મંત્રાલયે કહ્યું, ‘અમને પ્રાથમિક માહિતી મળી છે કે કતારની નીચલી અદાલતે અલ-દહરા કંપની સાથે સંકળાયેલા 8 પૂર્વ મરીન વિરુદ્ધ ચુકાદો આપ્યો છે. અમે મૃત્યુદંડની સજાથી ઉંડો આઘાત અનુભવીએ છીએ અને વિગતવાર ચુકાદાની રાહ જોઈ રહ્યા છીએ.
Home દેશ કતાર કોર્ટે જાસૂસી કેસમાં આઠ ભૂતપૂર્વ ભારતીય નૌકાદળના કર્મચારીઓને મૃત્યુદંડની સજા ફટકારી...
