સાત ફેબ્રુઆરીએ કિઆરા તથા સિદ્ધાર્થ મલ્હોત્રાએ જેસલમેરમાં લગ્ન કર્યા હતા. બંને ફિલ્મ ‘શેરશાહ’ના સેટ પર એકબીજાના પ્રેમમાં પડ્યાં હતાં. બંનેએ સો.મીડિયામાં લગ્નની તસવીરો પણ શૅર કરી હતી. કિઆરાની વિદાય સમયે અડવાણી પરિવાર ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યો હતો.વેબ પોર્ટલ ‘બોલિવૂડ લાઇફ’ના અહેવાલ પ્રમાણે, કિઆરાની વિદાયમાં માતા ગેનેવિવ તથા ભાઈ મિશાલ ધ્રુસકે ધ્રુસકે રડી પડ્યા હતા. કિઆરાએ પોતાના આંસુ રોકી રાખ્યા હતા, પરંતુ પરિવારને રડતો જોઈને તે પણ છેલ્લે રડી પડી હતી.કિઆરા અને તેનાં પરિવારને આ રીતે રડતાં જોઈને સિદ્ધાર્થે તરત જ કહ્યું હતું કે તે ઘરનો જમાઈ નહીં, પરંતુ મો્ટો દીકરો છે. આ વાત સાંભળીને પરિવાર હસી પડ્યો હતો અને પછી વિદાય કરવામાં આવી હતી.સિદ્ધાર્થે તમામ બાબતોનું ધ્યાન રાખ્યુંસૂત્રોના મતે, લગ્નમાં સિદ્ધાર્થે તમામ બાબતોનું ધ્યાન રાખ્યું હતું. મહેમાનોને કોઈ જાતની અગવડ ના પડે તે માટે જાતે તમામ બાબતો જોઈ હતી.કિઆરાની કલીરે મૃણાલિની ચંદ્રાએ ડિઝાઇન કરી હતી. મૃણાલિનીએ સો.મીડિયામાં કલીરેની તસવીરો શૅર કરીને કહ્યું હતું, ‘અમારી સિગ્નેચર લવ સ્ટોરી કલીરે સુંદર કિઆરા માટે એક મેજિકલ મોમેન્ટ હતી. તારાઓની વચ્ચે કિઆરાએ પોતાના ડૉગીને પણ યાદ કર્યો. આ ઉપરાંત તેનાં ફેવરિટ ટ્રાવેલ ડેસ્ટિનેશન પણ હતા. આ કલીરેમાં તેનું દિલ હતું.’સિદ્ધાર્થ તથા કિઆરાની એન્ગેજમેન્ટ રિંગે પણ ચાહકોનું ધ્યાન ખેંચ્યું છે. કિઆરાએ હાથમાં ઓવલ શેપની સુંદર ડાયમંડ રિંગ પહેરી હતી. સિદ્ધાર્થે ગોલ્ડ બેંડ પહેર્યો હતો.કિઆરાની જ્વેલરી ચાહકોને ઘણી જ ગમી છે. કિઆરાએ મંગલસૂત્ર માટે એક સિમ્પલ સોનાની ચેન લીધી હતી. મનીષ મલ્હોત્રાએ માત્ર કિઆરાના વેડિંગ આઉટફિટ તૈયાર નહોતા કર્યા, પરંતુ જ્વેલરી પણ તેમના કલેક્શનમાંથી જ છે. ખાસ વાત એ છે કે મનીષે પોતાના બ્રાઇડલ કલેક્શનને લૉન્ચ કર્યા પહેલાં કિઆરાના લગ્નમાં તેની ઝલક રજૂ કરી હતી.કિઆરાએ લગ્નમાં લાલ નહીં, પરંતુ પિંક રંગ પસંદ કર્યો હતો. પિંક લહેંગામાં તે ઘણી જ સુંદર લાગતી હતી. સિદ્ધાર્થે ગોલ્ડન એમ્બ્રોડરીવાળી ઑફ વ્હાઇટ શેરવાની પહેરી હતી. બંનેએ લગ્નની તસવીરો શૅર કરીને કહ્યું હતું, ‘હવે અમારું પરમેનન્ટ બુકિંગ થઈ ગયું છે. તમારા પ્રેમ ને આશીર્વાદની જરૂર છે.’મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, કિઆરા હવે પતિ સિદ્ધાર્થના મુંબઈમાં જુહૂ સ્થિત સી-ફેસિંગ અપાર્ટમેન્ટમાં શિફ્ટ થશે. સિદ્ધાર્થ છેલ્લા ઘણાં સમયથી ઘર શોધતો હતો અને તેણે થોડાં દિવસ પહેલાં 3500 સ્કેવરફુટનો ફ્લેટ લીધો છે. આ ફ્લેટની કિંમત 70 કરોડ રૂપિયા હોવાની ચર્ચા છે. આ ઘરનું ઇન્ટિરિયય ગૌરી ખાને કર્યું છે.
