Home દેશ કેન્દ્ર સરકારની કેબિનેટમાં થયો મોટો ફેરફાર, કાયદા મંત્રીના પદ પરથી કિરેન રિજિજૂને...

કેન્દ્ર સરકારની કેબિનેટમાં થયો મોટો ફેરફાર, કાયદા મંત્રીના પદ પરથી કિરેન રિજિજૂને હટાવાયા, અર્જુન રામ મેઘવાલ નવા કાયદા મંત્રી

90
0

કેન્દ્ર સરકારની કેબિનેટમાં મોટો ફેરફાર થયો છે. કાયદા મંત્રીના પદ પરથી કિરણ રીજીજૂને હટાવી દેવામાં આવ્યા છે. કિરણ રીજીજીને હટાવ્યા પછી અર્જુન રામ મેઘવાલને નવા કાયદા મંત્રી બનાવવામાં આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સૂચન પર રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂએ મંત્રીમંડળમાં ફેરફારને મંજૂરી આપી છે. હવે કિરણ રિજિજૂને કાયદા મંત્રાલયમાંથી બદલી ભુ વિજ્ઞાન મંત્રાલય સોંપવામાં આવ્યું છે. જ્યારે કિરણ રિજિજૂની જગ્યાએ અર્જુન રામ મેઘવાલને હાલના તેમના પોર્ટફોલિયો ઉપરાંત કાયદા અને ન્યાય મંત્રાલયમાં રાજ્યમંત્રી તરીકે સ્વતંત્ર કાર્યભાર સોંપવામાં આવ્યો છે. રિજિજૂ અરુણાચલ પશ્ચિમ લોકસભા બેઠકથી સાંસદ છે. તેમણે વર્ષ ૨૦૦૪માં પહેલીવાર લોકસભા ચુંટણી લડી હતી અને જીત્યયા હતા. ત્યારબાદ તેઓ ૨૦૦૯ની લોકસભા ચુંટણી હાર્યા હતા. ત્યારબાદ ૨૦૧૪માં ફરીથી તેઓ જીત્યા અને મોદી કેબિનેટમાં તેમને ગૃહ રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા. ત્યારબાદ મોદી સરકારના બીજા કાર્યકાળમાં તેઓ ખેલ મંત્રી રહ્યા અને જુલાઈ ૨૦૨૧માં જ્યારે મોદી કેબિનેટનું વિસ્તરણ થયું ત્યારે તેમને કાયદા મંત્રી બનાવવામાં આવ્યા હતા. તે સમયે રવિશંકર પ્રસાદને બદલે તેમને આ જવાબદારી સોંપવામાં આવી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here